Team Chabuk- National Desk: ચાર રાજ્યો અસમ, તમિલનાડુ, પશ્ચિમબંગાળ અને કેરળ તેમજ એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. 27 માર્ચથી મતદાનની શરૂઆત થશે. અસમમાં પહેલાં તબક્કાનું મતદાન 27 માર્ચે યોજાશે. અસમમાં કુલ ત્રણ તબક્કામાં મતદાન યોજાશે. તો કેરળ અને તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે. કેરળમાં 27 એપ્રિલે અને તમિલનાડુમાં 6 એપ્રિલે મતદાન યોજાશે. સૌથી વધુ 8 તબક્કામાં પશ્ચિમ બંગાળમાં મતદાન થશે. 27 માર્ચે બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે જ્યારે આઠમાં અને છેલ્લા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાશે. ચૂંટણીનું પરિણામ એક સાથે 2જી મેએ જ જાહેર થશે.
ચૂંટણીનો કાર્યક્રમ
પશ્ચિમ બંગાળ
| પ્રથમ તબક્કો | 27 માર્ચ |
| બીજો તબક્કો | 1 એપ્રિલ |
| ત્રીજો તબક્કો | 6 એપ્રિલ |
| ચોથો તબક્કો | 10 એપ્રિલ |
| પાંચમો તબક્કો | 17 એપ્રિલ |
| છઠ્ઠો તબક્કો | 22 એપ્રિલ |
| સાતમો તબક્કો | 26 એપ્રિલ |
| આઠમો તબક્કો | 29 એપ્રિલ |
ચૂંટણીપંચે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં 1 લાખથી વધુ મતદાન કેન્દ્ર પર વોટિંગ થશે. 2016માં અહીં કુલ 77 હજાર 413 મતદાન મથક હતા. કોરોનાને ધ્યાને રાખીને તમામ રાજ્યોમાં મતદાન કેન્દ્રોની સંખ્યા વધારાઈ છે. આ ઉપરાંત મતદાનનો સમય પણ એક કલાક વધારાયો છે. તો ચૂંટણી પહેલાં તમામ ચૂંટણી અધિકારીઓને પણ રસી આપવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષાદળોની કુલ 125 કંપનીઓ ખડેપગે રહેશે. જેમાં CRPFની 60, BSFની 25, SSBની 30, CISFની 5 અને ITBPની પાંચ કંપનીઓ સામેલ છે. 30 મેએ અહીં સરકારને કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.
આસામ
| પ્રથમ તબક્કો | 27 માર્ચ |
| બીજો તબક્કો | 1 એપ્રિલ |
| ત્રીજો તબક્કો | 6 એપ્રિલ |
આસામમાં કુલ 126 સીટ માટે ચૂંટણીનો જંગ જામશે પહેલા તબક્કામાં કુલ 47 વિધાનસભા સીટ માટે મતદાન યોજાશે. બીજા તબક્કા માટે 39 અને ત્રીજા તબક્કા માટે 40 બેઠકો પર મતદાનની પ્રક્રિયા યોજાશે.
2016માં આસામમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીએ 126 બેઠકમાંથી 86 બેઠક મેળવી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 26 બેઠકો જ મળી હતી. આ વખતે ભાજપનો સીધો જંગ કોંગ્રેસ ગઠબંધન સાથે છે. 31 મેએ સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે
કેરળ
મતદાનની તારીખ 27 એપ્રિલ
કેરળમાં કુલ 140 વિધાનસભા બેઠકો માટે ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ગયુ છે. 6 એપ્રિલે અહીં ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થશે. એક તબક્કામાં જ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
2016માં CPIMના નેતૃત્વવાળા ગઠબંધન LDFએ 91 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં UDF ગઠબંધનને 47 બેઠકો મળી હતી. અહીં ભાજપના નેતૃત્વમાં પણ ગઠબંધને ચૂંટણી લડી હતી પરંતુ તેમા ભાજપનો રકાસ થયો હતો. કેરળમા ભાજપને માત્ર એક સીટ મળી હતી. 1 જૂને અહીં સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.
તમિલનાડુ
મતદાનની તારીખ 6 એપ્રિલ
તમિલનાડુમાં પણ એક તબક્કામાં મતદાનની પ્રક્રિયા થશે. અહીં કુલ 232 બેઠકો માટે ચૂંટણી થશે. અહીં મતદાન કેન્દ્રોની સંખ્યા વધારીને 88 હજાર 936 કરી દેવામાં આવી છે. 2016માં અહીં 66 હજાર 7 મતદાન મથકો જ હતા
2016માં તામિલનાડુમાં AIDMKએ કુલ 136 બેઠકો કબજે કરી હતી. જ્યારે DMKએ 98 સીટ પર જીત મેળવી હતી. તામિલનાડુમાં 24 મેએ સરકારનો કાર્યકાર પૂર્ણ થઈ રહ્યો છે.
પુડુચેરી
મતદાનની તારીખ 6 એપ્રિલ
પુડુચેરીમાં છ એપ્રિલે મતદાન યોજાશે. એક જ તબક્કામાં પુડુચેરીનું મતદાન પૂર્ણ થઈ જશે. 2 મેએ ઉમેદવારોનું ભાવિ નક્કી થઈ જશે. પુડુચેરીમાં તાજેતરમાં જ રાષ્ટ્રપતિ શાસન લાગી ચુક્યું છે. પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર પડી ગયા બાદ રાષ્ટ્રપતિ શાસન લગાવાયું હતું. 30 વિધાનસભા સીટ માટે અહીં ચૂંટણીનો જંગ જામશે. 8 જૂને અહીં સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત