Homeગુર્જર નગરીજેતપુર સ્વામિનારાયણ ગાદી સ્થાનના 220 વર્ષ પૂર્ણ, મુખ્યમંત્રીએ મહોત્સવમાં આપી હાજરી

જેતપુર સ્વામિનારાયણ ગાદી સ્થાનના 220 વર્ષ પૂર્ણ, મુખ્યમંત્રીએ મહોત્સવમાં આપી હાજરી

Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (bhupendra patel) રાજકોટ જિલ્લાના જેતપુર (jetpur) ખાતે ભગવાન સ્વામિનારાયણ મંદિર ગાદી (swaminarayan gadi sanstha) સ્થાન ખાતે યોજાયેલા મહોત્સવમાં સહભાગી થઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

ભગવાન સ્વામિનારાયણના જેતપુર ગાદી સ્થાનના ૨૨૦ વર્ષ તેમજ મહિલા સ્વામિનારાયણ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ભક્ત ચિંતામણી પારાયણ કથા અને મહોત્સવમા સહભાગી થઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હરિભક્તોને જણાવ્યું હતું કે, તમે જે આસ્થાથી અહીં બેઠા છો એ આસ્થાથી હું પણ અહીં આશીર્વાદ લેવા આવ્યો છું. ગાદીસ્થાનના મહાત્મ્યને જણાવી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અહીંથી સદવિચારો મેળવીને આપણે સેવાના કાર્યો કરવાના છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અમે સૌ જનતાની સારી રીતે સેવા કરી શકીએ ,જનતાના સારા કાર્યો થાય તેમજ નાનામાં નાના માણસ છેવાડાના માણસની સેવા કરી શકીએ તે માટે ભગવાન સ્વામિનારાયણના- સંતોના આશીર્વાદ મળે તેવી પ્રાર્થના કરું છું.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો અને હરિભકતોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હરિભક્તો આગેવાનોએ સ્વાગત કરી અભિવાદન કર્યું હતું. શ્રી નીલકંઠ ચરણ દાસજી સ્વામીએ મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર પુષ્પમાળા અર્પણ કરી આશીર્વાદ આપ્યા હતા. આ પૂર્વે શ્રી વિવેક સાગર સ્વામીએ મુખ્યમંત્રી અને મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર સેવાના અને મહિલા સશક્તિકરણના કાર્યો બિરદાવ્યા હતા. મહોત્સવના કાર્યક્રમમાં સહભાગી થઈ મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ ગાદી સ્થાન મંદિરે જઈ દર્શન કર્યા હતા. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments