Homeતાપણુંતો એ જ આઝમગઢને આર્યમગઢ બનાવીશું : યોગી

તો એ જ આઝમગઢને આર્યમગઢ બનાવીશું : યોગી

Team Chabuk-National Desk: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શનિવારના રોજ રાજ્ય વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કર્યો હતો. આયોજીત જનસભાને મુખ્યમંત્રીએ સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ રાજ્ય વિશ્વવિદ્યાલય આઝમગઢની ઓળખના સંકટને ખત્મ કરશે, તો એ જ આઝમગઢને આર્યમગઢ બનાવીશું. 2014 પૂર્વે આઝમગઢના લોકોને ક્યાંય બહાર રૂમ નહોતો મળતો. તેની પાછળ આઝમગઢનું હોવું એ પ્રમુખ કારણ હતું. પણ હવે એવું નથી. હવે આઝમગઢને આતંકનું ગઢ નથી કહેવામાં આવતું.

આઝમગઢની ઓળખ

વધુમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, રાજ્ય વિશ્વવિદ્યાલય સમગ્ર રીતે આઝમગઢની ઓળખના સંકટને ખત્મ કરી દેશે. આઝમગઢના વિકાસને લઈ સરકારે એક્સપ્રેસ-વે બનાવ્યો. આ એક્સપ્રેસ વે આઝમગઢના વિકાસમાં મજબૂત બનશે. એરપોર્ટનું કામ પણ 95 ટકા પૂર્ણ થઈ ગયું છે. જલ્દી જ આઝમગઢ એરપોર્ટથી ઉડાન પણ શરુ થઈ જશે.

આઝમગઢ આતંકનું ગઢ હતું

એક સમય હતો જ્યારે આઝમગઢની ઓળખ આતંકના ગઢના રૂપે હતી. પૂર્વની સરકારોએ જાતિવાદ, પરિવારવાદ અને તૃષ્ટીકરણવાદને વૃદ્ધિ આપવાનું કામ કર્યું, પણ અમારી સરકારે જનતાની હીતની યોજનાઓને આગળ વધારવાનું કામ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમની યોજનાઓનો પ્રદેશમાં સફળ સંચાલન થયું.

નોકરી મેળવનારા આ યુવાનો મારા, મોદી કે શાહના પરિવારના નથી

વિરોધીઓ પર પ્રહાર કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે, ગરીબોને 2020માં જ્યાં પાંચ મહિના, તો 2021માં આઠ મહિના મફતમાં અનાજ મળ્યું. આ પહેલાની સરકાર અનાજની કાળાબજારી કરી તેને બાંગ્લાદેશ મોકલી દેતી હતી. અમે સાડા ચાર લાખ લોકોને સરકારી તો ત્રણ લાખને સંવિદા નોકરી આપી છે. નોકરી મેળવનારા આ યુવાનો મારા, મોદી કે શાહના પરિવારના નથી.

કોરોનામાં તમારા સાંસદ દેખાયા નહીં

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનસભા દરમ્યાન સમાજવાદી પાર્ટીના મુખિયા અને આઝમગઢથી સાંસદ અખિલેશ યાદવ પર કટાક્ષ કરતા કહ્યું કે, કોરોના કાળમાં તમારા સાંસદ તમારી વચ્ચે ન આવ્યા. પણ ચૂંટણીનો સમય આવતા જ આવી ગયા. આઝમગઢ એ અમારું કાર્યક્ષેત્ર છે. 2007માં અહીં જ મારા પર હુમલો થયો હતો. શિબ્જી પીજી કોલેજમાં અજીત રાયની હત્યા એટલા માટે કરી દેવામાં આવી કારણ કે તેણે ગણતંત્ર દિવસ પર વંદેમાતરમ ગીત ગાવાની માગ કરી હતી. એ વિદ્યાર્થી પરિષદનો સભ્ય હતો. આ બધું પૂર્વવર્તી સરકારમાં થયું છે પણ આજની સરકારમાં કોઈમાં પણ આવું કરવાની હિંમત નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments