Team Chabuk-Sports Desk: રમતગમત ક્ષેત્રે સર્વક્ષેષ્ઠ ગણાતા મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી (major dhyan chand khel ratna award) ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને એકમાત્ર ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરાને (neeraj chopra) સન્માનિત કરાયા હતા. આજે શનિવારે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય ખેલ રત્ન પુરસ્કાર એનાયત સમારોહ યોજાયો હતો. જેમાં ટોક્ટો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર નીરજ ચોપરાને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.
#WATCH दिल्ली: राष्ट्रपति रामनाथ कोविंद ने टोक्यो ओलंपिक में गोल्ड मेडल विजेता नीरज चोपड़ा को मेजर ध्यानचंद खेल रत्न पुरस्कार से सम्मानित किया। pic.twitter.com/WXKIh1PsGz
— ANI_HindiNews (@AHindinews) November 13, 2021
#WATCH | Wrestler Ravi Kumar receives Major Dhyan Chand Khel Ratna Award from President Ram Nath Kovind in New Delhi pic.twitter.com/INCMBNrIDr
— ANI (@ANI) November 13, 2021
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નીરજ ચોપડા સહિત 12 ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપ્યો છે. નીરજ સિવાય જે ખેલાડીઓને મેજર ધ્યાનચંદ એવોર્ડ આપવામાં આવ્યો છે, તેમાં ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર રેસલર રવિ દહિયા, ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીતનાર બોક્સર લવલીના બોરગોહેન, ભારતીય હોકી ટીમના ગોલકીપર શ્રીજેશ પીઆર, અવની લખેરા, સુમિત અંતિલ, પ્રમોદ ભગત. મનીષ નરવાલ, મિતાલી રાજ, સુનીલ છેત્રી અને ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સામેલ છે.
ગુજરાતની ભાવિના પટેલ અને અંકિત રૈનાને અર્જુન એવોર્ડ
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ખેલ પુરસ્કાર સમારોહમાં કુલ 35 ખેલાડીઓનું અર્જુન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની મહિલા પેરા ટેબલ ટેનિસ ખેલાડી અને ટોક્યોમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ પણ સામેલ છે. આ સિવાય ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવનને પણ અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતની ટેનિસ ખેલાડી અંકિતા રૈનાને પણ અર્જુન એવોર્ડ એનાયત કરાયો છે.
#WATCH | Cricketer Shikhar Dhawan receives Arjuna Award from President Ram Nath Kovind at Rashtrapati Bhavan in New Delhi pic.twitter.com/X7G45x9lzn
— ANI (@ANI) November 13, 2021
આ ઉપરાંત અર્જુન એવોર્ડ મેળવનાર અન્ય ખેલાડીઓમાં મહિલા હોકી ટીમના ખેલાડી વંદના કટારિયા, મોનિકા, કબડ્ડી ટીમના ખેલાડી સંદી નારવાલ, શૂટર અભિષેક વર્મા અને પેરા બેડમિન્ટન ખેલાડી સુહાસ યતિરાજ છે. સુહાસ યતિરાજ યૂપીના ગૌતમ બુદ્ધ નગરના ડીએમ છે. સુહાસ યતિરાજે ટોક્યો પેરાલિમ્પિકમાં બેડમિન્ટન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.
રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર દર વર્ષે હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદની જયંતિ પર 29 ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસ પર આપવામાં આવે છે, પરંતુ આ વખતે 29 ઓગસ્ટની આસપાસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક હોવાને કારણે પુરસ્કારો આપવામાં વિલંબ થયો હતો. ખેલ રત્ન પુરસ્કારોમાં 25 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને એક મેડલ આપવામાં આવે છે. તો અર્જુન પુરસ્કારમાં 15 લાખ રૂપિયાની રકમ, એક કાસ્યની પ્રતિમા અને એક સન્માન પત્ર આપવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત