Homeગુર્જર નગરી26 IAS અધિકારીઓની બદલી, જયંતિ રવિના સ્થાને આ અધિકારી વિજય નહેરા હવે...

26 IAS અધિકારીઓની બદલી, જયંતિ રવિના સ્થાને આ અધિકારી વિજય નહેરા હવે આ સ્થાને

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના વાઈરસ કાબુમાં આવ્યા બાદ સરકારે હવે બદલી પ્રક્રિયાનો આરંભ કર્યો છે. જેમાં ગઈકાલે 26 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. અધિકારીઓની આ બદલીમાં બે નામ ઉપર સૌની નજર ઠરી ગઈ હતી. જયંતિ રવિના સ્થાને કોણ અને આશિષ નહેરા કઈ જગ્યાએ? અનેક અધિકારીઓનાં વિભાગ બદલવામાં આવ્યા છે. જેમાં જયંતિ રવિની બદલી થતાં તેમના સ્થાને મનોજ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. તો વિજય નહેરાને વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. 2022ની ચૂંટણી પૂર્વે અધિકારીઓની મોટાપાયે બદલી કરવામાં આવી છે. ત્યારે એક નજર કોષ્ટક પર નાખીએ કે કયા અધિકારીઓની કઈ જગ્યાએ બદલી કરવામાં આવી છે.

અધિકારીહાલની જગ્યાનવી જગ્યા
પંકજ કુમારરેવન્યુગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી
વિપુલ મિત્રાશ્રમ અને રોજગારપંચાયત અને ગ્રામિણ વિકાસ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી
ડૉ. રાજીવ ગુપ્તાવન અને પર્યાવરણઉદ્યોગ, ખાણ ખનજી વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી
અમરેન્દ્ર કુમાર રાકેશપંચાયત, ગ્રામીણ આવાસસામાન્ય વહીવટ પર્સનલ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી
સુનયના તોમરઉર્જા અને પેટ્રોકેમિકલ્સસામાજિક ન્યાય વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી
કમલ દયાનીપર્સોનલ વિભાગરેવન્યુ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી
મનોજ અગ્રવાલસામાજિક ન્યાયઆરોગ્ય વિભાગમાં અગ્ર સચિવ
અરૂણકુમારગુજરાત ખાણ ખનીજવન અને પર્યાવરણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી
સોનલ મિશ્રાનર્મદા, પાણી પુરવઠા, કલ્પસર વિભાગગ્રામીણ વિકાસ કમિશનર
વિજય નેહરાગ્રામીણ વિકાસ વિભાગવિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ
શાલિની અગ્રવાલવડોદરાના કલેક્ટરમ્યુનિસિપલ કમિશનર વડોદરા

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments