Homeગુર્જર નગરીKedarnath Helicopter Crash: ગુજરાતની ત્રણે દીકરીના અંતિમસંસ્કાર હરિદ્વારમાં થશે, ગુજરાતમાં નહીં લવાય...

Kedarnath Helicopter Crash: ગુજરાતની ત્રણે દીકરીના અંતિમસંસ્કાર હરિદ્વારમાં થશે, ગુજરાતમાં નહીં લવાય મૃતદેહ

Team Chabuk-Gujarat Desk: ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોતને ભેટનારી દીકરીઓના મૃતદેહ ગુજરાતમાં નહીં લવાય. ત્રણે દીકરીઓની અંતિમવિધી હરિદ્વારમાં કરાશે. ભાવનગરની કૃતિ બારડ અને ઉર્વી બારડ તેમજ શિહોરની પૂર્વા રામાનુજનો પરિવાર ઉત્તરાખંડ જવા રવાના થયો છે. હરિદ્વારમાં તેઓ કૃતિ, ઉર્વી અને પૂર્વાને અગ્નિદાહ આપશે.

મહત્વનું છે ત્રણે દીકરીઓ કેદારનાથના દર્શને ગઈ હતી. તેઓ ઉત્તરકાશીથી હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ પહોંચી હતી. પરત ફરતી વખતે કેદારનાથથી 2 કિલોમીટર દૂર આવેલા ગરૂડ ચટ્ટી પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં ત્રણેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. દુર્ઘટનામાં કૃતિનો જન્મદિવસ જ તેની મરણતિથી બની ગયો છે. આજે જ તેનો જન્મદિવસ હતો. ત્રણ જુવાનજોધ દીકરીના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ગુજરાતની ત્રણ દીકરીઓ ઉપરાંત દુર્ઘટનામાં 1 મુંબઈ અને 2 કર્ણાટકના વ્યક્તિનું મોત થયું હતું.

કૃતિ અને ઉર્વી બંને પિતરાઈ બહેનો હતી. ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ બારડ બંને બહેનો ભાવગરના દેસાઈનગર-2માં રહે છે. જેમાં કૃતિ બારડનો આજે જ જન્મદિવસ હતો. તો ઉર્વીના પિતા જયેશભાઇનું એક વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું.

ઉર્વી અને કૃતિ

મહત્વનું છે કે, કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે વહેલીતકે મૃતદેહ ગુજરાત પહોંચે તે અંગે રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર પણ ત્રણે દીકરીઓના મૃતદેહ ગુજરાતમાં વહેલીતકે ગુજરાત પહોંચે તે અંગે પ્રયાસ કરી રહી હતી. જો કે, બાદમાં ઘણા વિચાર-વિમર્શ બાદ પરિવારજનો મૃતકોના અંતિમસંસ્કાર પવિત્ર હરિદ્વારમાં જ કરવાનું નક્કી કર્યું હતું.

હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોતને ભેટનારા ગુજરાતી યાત્રિકોના પરિજનો માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે સંવેદના વ્યક્ત કરી છે અને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments