HomeતાપણુંHimachal Pradesh Election: કૉંગ્રેસે 46 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને...

Himachal Pradesh Election: કૉંગ્રેસે 46 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ

Team Chabuk-National Desk: કોંગ્રેસે મંગળવારે (18 ઓક્ટોબર) હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 46 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા સીટો છે અને તમામ સીટો પર 12 નવેમ્બરે એકસાથે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે. પરંતુ આ વખતે ચૂંટણી રસપ્રદ બની રહી છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.

કોંગ્રેસે હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે 46 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ખાસ વાત એ છે કે ભાજપના વર્તમાન મુખ્યમંત્રી જયરામ ઠાકુરની સીટ પર કોંગ્રેસે ચેતરામ ઠાકુરને ટિકિટ આપી છે. ચેતરામ ઠાકુર હાલ હિમાચલ પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments