Homeગામનાં ચોરે'હાઈકોર્ટેનો જજ બોલી રહ્યો છું.....' છેતરપિંડી કરનારે DGPને ફોન કરીને કહ્યું- મારા...

‘હાઈકોર્ટેનો જજ બોલી રહ્યો છું…..’ છેતરપિંડી કરનારે DGPને ફોન કરીને કહ્યું- મારા મિત્ર પરના તમામ કેસ હટાવો

Team Chabuk-National Desk: બિહાર સરકારના ઈકોનોમિક ઓફેન્સ યુનિટ (EOU) એ હાઈપ્રોફાઈલ છેતરપિંડી કરનાર અભિષેક અગ્રવાલની ધરપકડ કરી છે. અભિષેક અગ્રવાલે બિહારના ડીજીપીને ફોન કરીને પટના હાઈકોર્ટના જજ બનીને તેમના મિત્ર (તત્કાલીન એસએસપી) આદિત્ય કુમાર સામેનો કેસ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

અભિષેક અગ્રવાલની બનાવટી, છેતરપિંડી અને સાયબર ક્રાઈમના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. EOUએ અભિષેક અગ્રવાલ પાસેથી 9 મોબાઈલ ફોન અને કેટલાક નકલી સિમ કાર્ડ પણ રિકવર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિષેક અગ્રવાલે EOU અધિકારીઓની સામે સ્વીકાર્યું છે કે તેણે બિહારના ડીજીપીને ફોન કર્યો હતો અને પટના હાઈકોર્ટના જજ બનીને તેના મિત્ર આદિત્ય કુમાર સામેનો કેસ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

નોંધનીય છે કે જ્યારે આદિત્ય કુમાર ગયાના એસએસપી હતા ત્યારે તેમની સામે દારૂ માફિયા સાથેની મિલીભગતના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. મગધ રેન્જના આઈજી આદિત્ય લોઢા દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી, જેમણે આરોપો સાચા હોવાનું જણાયું હતું, જેના પગલે ગયાના ફતેહપુર પોલીસ સ્ટેશનમાં આદિત્ય કુમાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

એવું સામે આવ્યું છે કે આ મામલામાં અભિષેક અગ્રવાલે બિહારના ડીજીપીને ફોન કરીને વિભાગીય કાર્યવાહી અટકાવવા અને આઈપીએસ અધિકારી વિરુદ્ધ કેસ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અગ્રવાલે ડીજીપી સાથે વાત કરવા માટે નકલી સિમ કાર્ડ અને નવા મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો.

પ્રાથમિક તપાસ મુજબ, એવું બહાર આવ્યું છે કે અગ્રવાલ ડીજીપી એસ.કે. સિંઘલને વોટ્સએપ પર વારંવાર ફોન કરતો હતો અને ત્યારે જ ડીજીપી સિંઘલને આ કેસ શંકાસ્પદ લાગ્યો અને તેણે આર્થિક ગુના શાખાને તપાસ સોંપી, જેણે 24 કલાકની અંદર આ મામલાની કાર્યવાહી કરી. અગ્રવાલને તેના અન્ય ત્રણ સહયોગીઓ ગૌરવ રાજ, રાહુલ રંજન અને શુભમ કુમાર સાથે ધરપકડ કરવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments