Homeગુર્જર નગરીમોતની ગટર: ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન 3 શ્રમિકોના મોત, કોણ જવાબદાર ?

મોતની ગટર: ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન 3 શ્રમિકોના મોત, કોણ જવાબદાર ?

Team Chabuk-Gujarat Desk: ભૂગર્ભ ગટરની સાફ સફાઈ કરતા 3 શ્રમિકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. ભરૂચના દહેજમાં આ ઘટના બની છે. દહેજ ગ્રામપંચાયતની હદમાં આવેલ ગટર લાઈનની સફાઈ ચાલી રહી હતી. આ દરમિયાન પોલીસ સ્ટેશન નજીક 4 શ્રમિકો ગટરમાં ઉતર્યા હતા. આ દરમિયાન 3 શ્રમિકોના મોત થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં અન્ય એક કામદારને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ પણ સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. 15 દિવસમાં ભૂગર્ભ ગટર અને ખાળકૂવાની સફાઈ દરમિયાન લોકોના મોતની ત્રીજી ઘટના બની છે. 12 દિવસ પહેલા રાજકોટમાં પણ ભૂગર્ભ ગટરની સાફ સફાઈ સમયે ગેસ ગળતરથી શ્રમિક મેહુલ મેસડા અને કોન્ટ્રાક્ટર અફઝલભાઇ ફુફરનું મોત નીપજ્યું હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments