Homeવિશેષછાપા અને ફોઇલમાં પેક કરેલ જમવાનું ટાળો, નહિ તો થશે મોટું નુકસાન

છાપા અને ફોઇલમાં પેક કરેલ જમવાનું ટાળો, નહિ તો થશે મોટું નુકસાન

Team Chabuk-Special Desk: ગુજરાતી ખાવાના ખૂબ જ શોખીન હોય છે. તેઓ ચટપટા અને તળેલા નાસ્તાના વધુ પ્રમાણમાં ખાતા હોય છે. નાસ્તાના પેકિંગ માટે સૌથી વધુ છાપાના કાગળનો ઉપયોગ થાય છે. તેમજ કેટલાક ઘરોમાં પેકિંગ માટે એલ્યુમિનિયમ ફોઈલનો પણ વપરાશ વધ્યો છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે ઉપયોગમાં લેવાતા આ અખબારના કાગળ અને ફોઈલ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇંડિયાના જણાવ્યા અનુસાર અખબારમાં લપેટીને ખાવાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે. સામાન્ય રીતે ઘરમાં જ્યારે કોઈ નાસ્તો તળવામાં આવે ત્યારે વધુ તેલ ના રહે માટે તેને અખબારના કાગળ પર કાઢવામાં આવે છે. આ સિવાય સ્ટ્રીટ ફૂડની દુકાનો પર પણ તેનો વધુ ઉપયોગ થતો હોવાનું જોઈએ છીએ. કેટલાક લોકો ટિફિન લઈ જાય અથવા વિદ્યાર્થીઓના લંચબોક્સના ભોજન માટે ફોઈલનો ઉપયોગ કરતા હોય છે. ભોજન માટે પેકિંગમાં વપરાતા અખબાર અને ફોઈલ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું ફૂડ સેફ્ટી એન્ડ ઓથોરિટી દ્વારા જણાવવામાં આવ્યું.

ફૂડ સેફ્ટી એન્ડ ઓથોરિટી ઓફ ઇંડિયાના જણાવ્યા અનુસાર છાપામાં રાખવામાં આવેલ નાસ્તો અનેક રોગોને જન્મ આપે છે. કારણ કે અખબારના પ્રિન્ટીંગ માટે લેવામાં આવતી શાહીમાં ખતરનાક રસાયણ હોય છે. અખબારના પ્રિન્ટીંગમાં ડાઈ આઈસોબ્યૂટાઈલ ફટાલેટ અને ડાઈ એન આઈસોબ્યૂટાઈલ જેવા રસાયણો હોય છે. આવા અખબારમાં જ્યારે ગરમ ખાવાનું કાઢવામાં આવે ત્યારે આ ભોજન રસાયણ સાથે ચોંટી જાય છે. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. ભોજન લેતા શરીરમાં આવા બિનહારિક રસાયણો શરીરમાં જવાથી કેન્સરનો ખતરો વધી જાય છે. કેમિકલયુક્ત ભોજનના કારણે મોં નું કેન્સરથી લઈને ફેફસાના કેન્સર થવાનું જોખમ રહે છે. કેટલાક લોકો અખબારને બદલે વધુ સુરક્ષાયુક્ત એલ્યુમિનિયમ ફોઈલને માને છે. જો કે ફુડ એન્ડ સેફ્ટી ઓથોરિટીના મતે એલ્યુમિનિયમ ફોઈલનો દૈનિક ઉપયોગ ભોજનમાં ઉપયોગ જોખમી સાબિત થઈ શકે છે. એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. ફોઈલ પેપરનો દરરોજ કેમકે ગરમ ખોરાકને ફોઈલમાં લપેટવમાં આવતા પેપર ઓગળવા લાગે છે. ફોઈલ પેપર પણ કેમિકલયુક્ત રસાયણથી બન્યુ હોય છે. જે શ્વાસમાં ભળી જતા ક્યારેક લીવર સંબંધિત અને શ્વાસ સંબંધિત સમસ્યા ઉદભવે છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments