Homeદે ઘુમા કેIPL 2023: દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યો ઋષભ પંત, Video વાયરલ

IPL 2023: દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યો ઋષભ પંત, Video વાયરલ

Team Chabuk-Sports Desk: દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત અકસ્માતનો શિકાર બન્યો હતો. જે બાદ આ ખેલાડીની સર્જરી થઈ હતી. ઋષભ પંત સર્જરી બાદ સ્વસ્થ થઈ રહ્યો છે. આ કારણે તે ક્રિકેટના મેદાનથી દૂર છે. ઋષભ પંત IPL 2023 સીઝનમાં રમી શકશે નહીં. જોકે, રિષભ પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે દિલ્હી કેપિટલ્સની મેચ જોવા માટે અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચ્યો હતો.

અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો આમને-સામને છે. જ્યારે આ મેચમાં ઋષભ પંત પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા માટે અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચ્યા છે. જોકે, રિષભ પંતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય ચાહકો લાંબા સમય પછી પોતાના મનપસંદ ખેલાડીને જોઈને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટમાં પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ રીતે દિલ્હી કેપિટલ્સની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments