Homeગુર્જર નગરીમોતનું મશીન: વીજ કરંટ લાગતા 3 માસૂમ વિદ્યાર્થીઓના મોત, ગામમાં અરેરાટી

મોતનું મશીન: વીજ કરંટ લાગતા 3 માસૂમ વિદ્યાર્થીઓના મોત, ગામમાં અરેરાટી

Team Chabuk-Gujarat Desk: ભાવનગરના મહુવા તાલુકાના કાટીકડા ગામે શાળાએથી પરત ફરી રહેલા ત્રણ બાળકોના મૃત્યુ થયા છે. ત્રણેય વિદ્યાર્થીઓને કરંટ લાગતા મોત થયું છે. પ્રિયંકા જાંબુચા, નૈતિક જાંબુચા અને કોમલ ચૌહાણ નામની વિદ્યાર્થીના મોત થયા છે. ભાવનગર જિલ્લામાં વીજ કરંટ લાગતા 3 વિદ્યાર્થીઓના મૃત્યુ નિપજ્યાં છે. હાલ આ અંગેની જાણ થતાં મહુવા પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી છે અને વિદ્યાર્થીઓના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે.

ભાવનગરના મહુવા તાલુકાના કાટીકડા ગામની સીમમાં આવેલી એક વાડીમાં લગાવવામાં આવેલા ઝાટકા મશીનથી વીજકરંટ લાગતા 3 વિદ્યાર્થીના મૃત્યુ થયા છે. એક સાથે ત્રણ વિદ્યાર્થીઓના મોત થતાં આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી છે. આ ઘટનામાં કોની બેદરકારીથી વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. એક સાથે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થતાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, શાળાએથી ઘરે જતી વખતે 3 વિદ્યાર્થીઓને વાડીમાં રાખેલા ઝાટકા મશીનથી કરંટ લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને બોરસદમાં વીજકરંટ લાગતા 12 વર્ષના બાળકનું મોત થયું હતું. બોરસદના કિંખલોડ ગામમાં બાળક બોર ખાવા માટે જઈ રહ્યો હતો, ત્યારે કેળની વાડીમાં લગાવેલા 24 વોલ્ટના ઝટકા મશીનથી કરંટ લાગવાના કારણે બાળકનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો સહિત ગ્રામજનો બનાવના સ્થળ પર એકઠા થઈ ગયા હતા. પરિવારના માસૂમનું મોત થતા ઘરમાં ભારે શોકનો માહોલ છવાયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments