Homeગુર્જર નગરીરાજકોટના યુવકોએ દિવમાં કર્યો તમાશો, સરકારી ગાડીને ટક્કર બાદ પોલીસ સાથે હંગામો...

રાજકોટના યુવકોએ દિવમાં કર્યો તમાશો, સરકારી ગાડીને ટક્કર બાદ પોલીસ સાથે હંગામો કર્યો, રસ્તા વચ્ચે થઈ જોવા જેવી

Team Chabuk-Gujarat Desk: દીવમાં દારુ પિવાની છૂટ હોવાથી યુવાનો વધુ પડતો નશો કરી ભાન ખોઈ બેસતા હોય છે. દીવમાં 2 રાજકોટના યુવકોએ નશાની હાલતમાં સરકારી સ્કોર્પિયો ગાડીને ટક્કર મારી અને પોલીસ જોડે હંગામો કર્યો હતો. રસ્તા પર ગાળાગાળી કરીને બબાલ કરતા ટ્રાફિક જામ સર્જાયો હતો. દીવમાં મુખ્ય રોડના કામને લીધે વન વે રસ્તો શરૂ કરવામાં આવ્યો છે. જેને કારણે દીવ હોસ્પિટલ નજીક સ્વીફ્ટ કાર અને સરકારી સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અક્સ્માત સર્જાયેલ કારમાં રહેલા કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી. પરંતુ સ્વીફ્ટ કારના બંને શખ્સોએ નશાની હાલતમાં મેઈન રોડ પર પોલીસ સાથે હંગામો કર્યો હતો. જેથી મુખ્ય રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ બંને શખ્સ રાજકોટના રહેવાસી છે.

આ બંને શખ્સો ખુલ્લેઆમ ટ્રાફિક વચ્ચે ગાળો આપતા નજરે પડ્યા હતા. એક કલાક સુધી ચાલી બોલાચાલી ચાલુ રહી હતી. ત્યાં રહેલા લોકો પણ આ તમાશાને મોબાઈલમાં કેદ કરી રહ્યા હતા. આ શખ્સોના કારણે ટ્રાફીકમાં ઈમરજન્સી એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી.

આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ શખ્સોએ મુખ્ય રસ્તા પર જ હંગામો ઊભો કરતાં લોકોના ટોળે ટોળાં એકઠાં થઈ ગયા હતા. વાહન ચાલકોને પણ હેરાન હાલાકી ભોગવવી પડી હતી. આ શખ્સોએ પોલીસ જવાન સાથે ઝઘડો કર્યો હતો. તેથી અન્ય આઠથી દસ પોલીસ જવાનોને બોલાવવામાં આવ્યા હતા. આ શખ્સોને PCR કારમાં દીવ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments