Homeસિનેમાવાદઆ એક્ટ્રેસને તેના બોયફ્રેન્ડે એટલી મારી કે ઓળખવી બની મુશ્કેલ, તસવીરો શેર...

આ એક્ટ્રેસને તેના બોયફ્રેન્ડે એટલી મારી કે ઓળખવી બની મુશ્કેલ, તસવીરો શેર કરી જાણો શું લગાવ્યા ગંભીર આરોપ

Team Chabuk-Entertainment Desk: મલયાલમ ફિલ્મ અભિનેત્રી અનિકા વિક્રમનએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. તેની ઈજા જોઈને લોકોના રુંવાડા ઉભા થઈ ગયા છે. અભિનેત્રીએ પોતાની સાથે થયેલી મારપીટ અંગે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે, જેના પછી તેને લોકોનું સમર્થન મળી રહ્યું છે.

અભિનેત્રી અનિકા વિક્રમને પોતાની આપબીતી વિશે વાત કરતાં કહ્યું, હું અનૂપ પિલ્લઈ નામના વ્યક્તિના પ્રેમમાં હતી. છેલ્લા કેટલાક વર્ષોથી તે મારું માનસિક અને શારીરિક શોષણ કરી રહ્યો છે. મેં મારા જીવનમાં આવી વ્યક્તિ ક્યારેય જોઈ નથી. આટલું બધું કર્યા બાદ પણ તે મને ડરાવે છે. મેં મારા સૌથી ખરાબ સપનામાં પણ ક્યારેય વિચાર્યું ન હતું કે તે મારી સાથે આવું કરશે. મે બેંગલુરુ પોલીસમાં મારપીટના મામલે બીજી વખત ફરિયાદ નોંધાવી છે. અગાઉ તેણે મને ચેન્નાઈમાં માર માર્યો હતો.

અભિનેત્રી અભિનેત્રી અનિકા વિક્રમનએ કહ્યું હતું કે મને લાગ્યું કે પોલીસમાં ફરિયાદ કર્યા બાદ પણ તેને પોલીસનો સાથ મળ્યો. તે મારી દરેક વાત પર ધ્યાન રાખતો અને મારી ચેટ્સ, મારું લેપટોપ, બધું ચેક કરતો રહે છે. હું મુર્ખ હતી કે મે તેને માફ કરી. તેને ચેન્નઈ પોલીસ સ્ટેશનમાંથી પણ સપોર્ટ મળ્યો અને તેણે મને પહેલા કરતા વધુ માર માર્યો. હાલ પણ આ મુદ્દોને જતો કરવા મને અને મારા પરિવારને ફોન પર સતત ધમકીઓ મળી રહી છે. છેલ્લો ફોટો જે મેં શેર કર્યો છે તે ત્યારનો છે જ્યારે મારા એક્સે મારા પર હુમલો કર્યો હતો. હું હવે ઘણી સારી છું અને સ્વસ્થ થઈ ગઈ છું. મેં શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. મને આશા છે કે હવે બધું સારું થઈ જશે.

અનિકા વિક્રમન સાઉથની નવી અભિનેત્રી છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવી રહી છે. તેણે મોટાભાગે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. તેનો જન્મ કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. તેણે IKK, વિશ્મારરન, ઈનગા પટ્ટનન સોથૂ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments