Homeગુર્જર નગરીજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહણે પાંચ સિંહબાળને જન્મ આપ્યો, આ વર્ષે કુલ 25...

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહણે પાંચ સિંહબાળને જન્મ આપ્યો, આ વર્ષે કુલ 25 સિંહબાળ જન્મ્યા

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં (Sakkarbaug Zoo) પ્રાણી પ્રેમીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. અહીં ભાગ્યે જ બનતી ઘટનાએ આકાર લીધો છે. ઘટના છે એક સિંહણે (Lioness) પાંચ સિંહબાળને જન્મ આપ્યો. આ જ સિંહણને ત્યાં અગાઉ ત્રણ સિંહબાળનું પારણું બંધાયું હતું અને હવે ખુશીના સમાચાર એ છે કે આજ સિંહણે વધારે પાંચ સિંહબાળને જન્મ આપતા આંકડો 8 સુધી પહોંચી ગયો છે. સક્કરબાગ ઝૂમાં એક જ વર્ષની અંદર અંદર સિંહબાળની સંખ્યા 25 સુધી પહોંચી ગઈ છે. તો પ્રાણીઓની અદલા બદલીમાં 9 સિંહ અન્યત્રે મોકલવામાં આવ્યા છે.

સંત, સૂરા અને સિંહની ભૂમિ તરીકે વિખ્યાત અને ગુજરાતભરને જ નહીં પણ વિશ્વભરના પ્રાણી સંગ્રહાલયોને જેની પાસેથી એશિયાટિક લાયનની અપેક્ષા હોય છે, તેવા સક્કરબાગ ઝૂમાં પાંચ સિંહબાળને સિંહણે જન્મ આપ્યો છે.  સિંહણ ડિ નાઈન અને સિંહ એ વનના પ્રજનન થકી મંગળવારના રોજ સૂર્યનું કિરણ ઉગે એ પહેલા જ પાંચ સિંહબાળ અવતર્યાં હતા. ઉક્ત જણાવ્યું તે મુજબ ડી નાઈન હવે કુલ 8 સિંહબાળની માતા બની છે.

પ્રજનન કરનાર ડી નાઈન સિંહણ અને એ વન સિંહનો જન્મ પણ સક્કરબાગ ઝૂમાં જ થયો હતો. જોકે આનંદની વાત તો એ છે કે એક સાથે પાંચ પાંચ સિંહબાળના જન્મથી સક્કરબાગ ઝૂ આનંદમાં તબ્દિલ થઈ ગયું છે. આ વર્ષે ઝૂમાં કુલ 25 સિંહબાળનો જન્મ થયો છે. તે પણ પ્રશાસન માટે મોટી ઘટના કહેવાય. એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ દ્વારા પણ 6 સિંહ પટના અને 3 સિંહ દિલ્હી ખાતે મોકલવામાં આવ્યા છે. આમ કુલ 9 સિંહો સક્કરબાગે અન્ય પ્રાણીસંગ્રહાલયમાં મોકલ્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments