Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એકેટથી મૃત્યુ થયુ છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે પછી ઓફિસમાં કામ કરતા કરતા હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યાં છે.
રાજકોટના ગાંધીગ્રામના સંતોષીપાર્કમાં 40 વર્ષના રીનેશભાઇ કોઠારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. વિગતો મુજબ જવાહર રોડ પર કંન્ટ્રક્શનની ઓફિસમાં કામ કરતા કરતા રીનેશભાઈ બેભાન થઇ ગયા હતા, જેમને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જો કે, તેમનુ સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે.

જવાહર રોડ પર કંન્ટ્રક્શનની ઓફિસમાં કામ કરતા હતા તે દરમિયાન તેઓ બેભાન થઇ ગયા હતા. જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, રીનેશભાઈનો જીવ બચાવી શકાયો નહોત અને તેમણે સિવિલમાં અંતિમશ્વાસ લીધા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
