Homeગુર્જર નગરીગોંડલમાં ન્યાઝ જમ્યા બાદ ઊલ્ટી થતા બે સગા ભાઈઓના શંકાસ્પદ મોત, ફોરેન્સિક...

ગોંડલમાં ન્યાઝ જમ્યા બાદ ઊલ્ટી થતા બે સગા ભાઈઓના શંકાસ્પદ મોત, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે

Team Chabuk-Gujarat Desk: ગોંડલમાં ચોંકાવનારી ઘટના બની છે. વોરકોટડા રોડ પર રહેતા બે ભાઇઓએ સાંજે ન્યાઝમાં જમ્યા બાદ ઊલ્ટી થતા એકાએક મોત નિપજ્યું હતું. મૃતકના પિતા હિન્દુ હોવા છતાં ઇસ્લામ ધર્મ પ્રત્યે વધુ લગાવ ધરાવતા તેને શંકાના દાયરામાં રાખી ડીવાયએસપી સહિતના સ્ટાફે સઘન પૂછતાછ હાથ ધરી છે. બંને બાળકોની માતાએ હજુ 15 દિવસ પહેલા જ છૂટાછેડા લીધા હતા.

બંને બાળકોના રહસ્યના તાણાવાણા સર્જતી ઘટના અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે બંને બાળકોના મૃતદેહને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં ઝેરી દવાના કારણે બંને ભાઈઓના મોત થયાની શંકાએ મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયા છે.

gondal death

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં વોરકોટડા રોડ પર સબ જેલ પાસે સરકારી આવાસ ક્વાટરમાં રહેતા હરેશ રાજેશભાઈ મકવાણા (ઉ.વ.13) અને તેનો નાનો ભાઈ રોહિત રાજેશભાઈ મકવાણા (ઉ.વ.3) બંનેને ગઇ કાલે સાંજે ઉલ્ટી થયા બાદ ગોંડલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં હાલત ગંભીર જણાતા બંનેને તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ટૂંકી સારવારમાં જ બંને ભાઈઓએ દમ તોડતા ગોંડલ સિટી પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

મૃતક બાળકોના માતા-પિતાએ 15 દિવસ પૂર્વે છૂટાછેડા લીધા હતા. ત્યારબાદથી બંને બાળકો પિતા સાથે રહેતા હતા. બંને બાળકોને પિતા વારંવાર દરગાહ ખાતે લઈ જતો હતો. ગઈકાલે પણ બંને બાળકો દરગાહમાં ન્યાજ પણ જમ્યા હતા. ગોંડલ પોલીસ દ્વારા બનાવ સંદર્ભે મૃતકોના પિતાનું નિવેદન નોંધી મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments