Team Chabuk-Sports Desk : ઓસ્ટ્રેલિયાને તેના જ ઘર આંગણે હરાવીને હીરો બની ગયેલા ભારતીય ખેલાડીઓની કિસ્મત ફરી ચમકી છે. હવે મેચમાં ડેબ્યૂ કરનારા 6 યુવા ખેલાડીઓને ગીફ્ટમાં Thar SUV ગિફ્ટમાં મળશે. દેશના મોટા ઉદ્યોગપતી આનંદ મહિન્દ્રા યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. આનંદ મહિન્દ્રા અવાર-નવાર કોઈ પણ ક્ષેત્રે અનોખુ યોગદાન આપનારા વ્યક્તિને ઈનામ આપી પ્રોત્સાહિત કરતા રહે છે. આ વખતે આ યુવા ખેલીડીઓએ તેમનું દીલ જીતી લીધું છે. યુવા ખેલાડીઓને Thar SUV ગિફ્ટ કરવાનો સંદેશ તેમણે ટ્વીટર પર આપ્યો હતો.
અરબોપતિ બિઝનેસમેન આનંદ મંહિન્દ્રા મહિન્દ્રા ગૃપના ચેરમેન છે. તેમને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે, તેઓ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ દરમિયાન ડેબ્યૂ કરનારા 5 ભારતીય ખેલાડી તેમજ શાર્દુલ ઠાકુરને Mahindra Thar SUV ગિફ્ટ કરશે. આનંદ મહિન્દ્રાએ જે ખેલાડીઓને SUV આપવાની જાહેરાત કરી છે તેમાં મોહમ્મદ સિરાજ, ટી.નટરાજન, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકોરનું નામ સામેલ છે.
Theirs are true ‘Rise’ stories; overcoming daunting odds in the pursuit of excellence. They serve as an inspiration in all arenas of life. It gives me great personal pleasure to gift each of these debutants an All New THAR SUV on my own account—at no expense to the company. (2/3) pic.twitter.com/5aiHSbOAl1
— anand mahindra (@anandmahindra) January 23, 2021
મેલબર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનારા મોહમ્મદ સિરાજે 3 મેચમાં ભારત તરફથી 13 વિકેટ લીધી હતી. જેમાં તેની એક ઈનિંગમાં 5 વિકેટ પણ શામેલ છે. બ્રિસ્બેનમાં સિરાજે કાંગારૂના પાંચ પ્લેયરને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
Six young men made their debuts in the recent historic series #INDvAUS (Shardul’s 1 earlier appearance was short-lived due to injury)They’ve made it possible for future generations of youth in India to dream & Explore the Impossible (1/3) pic.twitter.com/XHV7sg5ebr
— anand mahindra (@anandmahindra) January 23, 2021
મોહમ્મદ સિરાજે હાલમાં જ એક લક્ઝુરિયસ કાર ખરીદી છે. ઓસ્ટ્રેલિયાથી પરત ફરીને સિરાજે BMW ખરીદી છે. કાર સાથેનો વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. પ્રસંશકોએ સિરાજની પ્રગતિ માટે શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો. સિરાજ ઓસ્ટ્રેલિયાથી પરત ફરીને પોતાના પિતાની કબર પર પણ ગયો હતો. સિરાજ જ્યારે ઓસ્ટ્રેલિયામાં હતો ત્યારે જ તેના પિતાનું નિધન થયું હતું. કોરોનાના કડક નિયમોના કારણે તે અંતિમવિધીમાં આવી શક્યો ન હતો.
તો નવદીપ સૈનીએ સિડનીમાં ડેબ્યૂ કર્યું હતું જ્યારે સુંદર અને નટરાજને ગાબામાં પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી. તેણે હેમસ્ટ્રીંગ બાદ પણ બોલિંગ કરી હતી. શાર્દુલ ઠાકુર પહેલાં જ ડેબ્યૂ કરી ચુક્યો હતો. બ્રિસ્બેનમાં તેણે પોતાની બીજી ટેસ્ટ મેચ રમી હતી. જેને પણ મહિન્દ્રાની લીસ્ટમાં સામેલ કરાયો છે. કારણ કે, શાર્દુલે પોતાની ડેબ્યૂ મેચમાં માત્ર 1.4 ઓવર જ રમી હતી. આ મેચ 2018માં વેસ્ટઈન્ડિઝ સામે રમાઈ હતી.
શાર્દુલ ઠાકુરે ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ અને નિર્ણાયક મેચમાં 67 રન બનાવ્યા જે ખુબ મહત્વના રહ્યા. આ ઉપરાંત તેણે કુલ 7 વિકેટ પણ લીધી હતી. આમ, મેચમાં શાર્દુલ ઠાકુરનું યોગદાન પણ મહત્વનું રહ્યું હતું. મહિન્દ્રાની લિસ્ટમાં એક માત્ર બેટ્સમેન શુભમન ગિલે 3 ટેસ્ટ મેચમાં 52.80ની એવરેજથી 2 અર્ધશતક ફટકાર્યા હતા. જેમાં 91 રનનો તેનો સર્વાધિક સ્કોર સામેલ છે. સિરીઝમાં ગિલે કુલ 259 રન બનાવ્યા હતા.
મહિન્દ્રા તરફથી જે ખેલાડીઓને SUV મળી છે તેમણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયનોને ઘૂંટણીએ પાડી દીધા હતા. યુવા ખેલાડીઓના કારણે ટીમે ઈતિહાસ રચી દીધો છે. આ જ કારણે BCCIએ પણ ટીમ ઈન્ડિયાને 5 કરોડ રૂપિયા બોનસ આપવાની જાહેરાત અગાઉથી જ કરી દીધી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત