Team Chabuk Sports Desk : WWEમાં એડમિશન લેવા માટેની કેટલીક પાયાગત શરતો છે. શરીર તો સશક્ત અને સૌષ્ઠવ ધરાવતું હોવું જ જોઈએ પણ અભિનય પણ આવડવો જોઈએ. દરેક વ્યક્તિ શરીર સૌષ્ઠવ ધરાવતો નથી હોતો. એટલે કંપનીને હંમેશાં બોડી બિલ્ડર પાસે લાંબા થવું પડે છે. બોડી બિલ્ડરોમાં પણ એવા કસાયેલા શરીરના માલિકોને શોધવાના જેમના શરીરની છાતી જ નહીં મોઢાના એક્સપ્રેશન પણ દર્શકોને તુડુક તુડુક ધૂન તાનાનાના કરાવતા હોય. કારણ કે છેલ્લે તો અભિનય જ કરવાનો છે. કંપનીમાં આવા પાંચ રેસલર્સ છે જેઓ અભિનય અને રેસલિંગનું જમ્બો પેક હોવા સિવાય બોડી બિલ્ડીંગ માટે સર્જાયા હતા. તેમના તો સપના જ બોડી બિલ્ડર બનવાના હતા અને ઘુસી ગયા આ ક્ષેત્રમાં.
સ્ટીંગ
હવે તો અંડરટેકરની જેમ વૃદ્ધ થઈ ગયો છે. પણ સ્ટીંગ એક બોડી બિલ્ડર હતો. રિંગમાં આવતા પહેલા તે બોડી બિલ્ડીંગ કરતો હતો. હેલ્થ ક્લબ ગોલ્ડ જીમનો સહાયક માલિક હતો. જે લોકોનું સ્વાસ્થ્ય જાળવવાની અમેરિકામાં મોટી સાંકળ માનવામાં આવે છે. અમેરિકાના લોસ એન્જેલસ શહેરમાં તેણે પહેલી વાર રેસલિંગ મેચ જોઈ અને તેને WWF (પહેલા WWF હતું) જોઈન કરવાનું નક્કી કરી લીધું. તેણે NWA, WCW અને હવેના WWEમાં પણ કામ કર્યું. અને આ વર્ષે જ તેણે AEWનો કોન્ટ્રેક્ટ પણ સાઈન કર્યો છે.

એલેક્સા બ્લિસ
એલેક્સા બ્લિસ. પાંચ વખત WWEનું વુમન્સ ટાઈટલ જીતી ચૂકી છે. 2013માં WWEમાં આવતા પહેલા તેણે ફિટનેસ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. International Federation of Bodybuilding and Fitness (IFBF)માં સૌથી યુવાન બોડી બિલ્ડીંગ વિજેતા બની હતી. 22 વર્ષની ઉંમરે તેણે WWE જોઈન કર્યું. એ પહેલા તેને WWEની રેસલિંગનો કોઈ અનુભવ નહોતો અને કોઈ ટ્રેનિંગ પણ લીધી નહોતી.

બતિસ્તા
બતિસ્તાનું ફિઝીક જોતા જ લાગે છે કે તેણે બોડી બિલ્ડીંગ કરી જ હશે. 2002માં તેણે કંપની જોઈન કરી, એ પહેલા તેને WCWમાંથી રિજેક્ટ કરવામાં આવ્યો હતો. પ્રો-રેસલિંગમાં તેણે કરિયરની શરૂઆત કરી ત્યારે તેની ઉંમર 30 વર્ષની થઈ ગઈ હતી. જે કામ 22-25માં કરવાનું હતું તેનાથી પાંચ વર્ષ આગળ, પણ બોડી બિલ્ડીંગમાંથી આવેલા બતિસ્તાને WWE સારું ફળી ગયું. ડ્વેઈન જ્હોન્સન એટલે કે ધ રોક પછી તે બીજો એવો સ્ટાર છે જેને હોલિવુડ ફળ્યું હોય.

ટ્રીપલ એચ
ટ્રીપલ એચ બાળપણથી બસ રેસલિંગ જ કરવા માગતો હતો. WWEના પહેલવાનોને જોઈ તેને પણ તેમના જેવું શરીર બનાવવાનું મન થઈ આવ્યું. 19 વર્ષની ઉંમરે તેણે મિસ્ટર ટીનએજરનો ખિતાબ જીત્યો. જીત્યા પછી જીમમાં જ મેનેજર તરીકેની નોકરી કરવા લાગ્યો. 1994ની સાલમાં તેને કદાવર શરીરને- જે એ વખતે બની ચૂક્યું હતું, જોઈ WCWમાં લઈ લેવામાં આવ્યો. શરીરની સાથે નસીબનો બળીયો ટ્રીપલ એચ 1995ની સાલમાં જ એટલે કે એક જ વર્ષમાં WWF સાથે જોડાઈ ગયો.

જ્હોન સીના
અને છેલ્લે આવે છે જ્હોન સીના. જ્હોન સીના બોડી બિલ્ડીંગ સાથે સંકળાયેલો હશે તે ખૂબ જ ઓછા લોકોને ખ્યાલ હશે. તેના જીવનમાં નોકરીની વિવિધતા રહેલી છે. એ વેરાયટીમાં એક બોડી બિલ્ડીંગ પણ હતી. તેણે બોડી બિલ્ડીંગની કેટલીક સ્પર્ધાઓમાં ભાગ લીધો પણ જોઈએ તેવી સફળતા હાથ નહોતી લાગતી. એ પછી 2001ની સાલમાં તે WWEમાં જોઈન થઈ ગયો. 16 વખત ચેમ્પિયનશીપ જીતી તે WWEનો સૌથી બેસ્ટ રેસલર પણ બન્યો. ઓછા સમયમાં તે સિદ્ધિઓના શીખર પર પહોંચી ગયો અને હવે હોલિવુડ તરફ પ્રયાણ કરી લીધું છે. બમ્બલબી અને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ…

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત