Homeગુર્જર નગરીરાજકોટઃ કૂવામાં ડૂબી જતા શ્રમિકના એકના પુત્રનું મોત, બોલ લેવા કૂવામાં ઉતર્યો...

રાજકોટઃ કૂવામાં ડૂબી જતા શ્રમિકના એકના પુત્રનું મોત, બોલ લેવા કૂવામાં ઉતર્યો હતો કિશોર

Team Chabuk-Gujarat Desk: રાજકોટના ઈશ્વરિયામાં ગામે કૂવામાં પડી જતા 16 વર્ષના કિશોરનું મોત થયું. અચાનક 16 વર્ષનો દીકરો પુત્ર કૂવામાં ડૂબી જતા પરિવાર પર આભ ફાટ્યું છે. મળતી માહિતી મુજબ ક્રિકેટ રમતા સમયે દડો કૂવામાં ગયો હતો અને એ સમયે લેવા માટે સગીર પણ કૂવામાં ઉતર્યો હતો. આ દરમિયાન કૂવામાં ડૂબી જતા સગીરનું મોત થયું હતું.

રાજકોટ નજીક આવેલા ઈશ્વરિયા મહાદેવ મંદિરની બાજુના સીમ વિસ્તારમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. સમયે બોલ કૂવામાં પડી ગયો હતો ત્યારે વિજય બકાભાઇ રાઠવા નામનો 16 વર્ષનો કિશોર કૂવામાં બોલ લેવા ઉતર્યો હતો. એ સમયે તે કૂવામાં ડૂબી ગયો હતો.

બનાવ અંગે જાણ કરાતા રેલનગર ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કૂવામાંથી બાળકના મૃતદેહને બહાર કાઢી કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડની ટીમે કૂવામાં ત્રણથી ચાર કલાક શોધખોળ કર્યા બાદ વિજયનો મૃતદેહ બહાર કાઢયો હતો. આ ઘટનાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં રહેલા લોકો પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.

minor drowned well Rajkot

ગાંધીગ્રામ પોલીસ સ્ટાફે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. ઉલ્લેખનીય છે કે ખેતમજૂરી કરતા રાઠવા પરિવારનો વિજય એકનો એક પુત્ર હતો.

( તસવીર ફાઈલ છે )

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments