Homeગુર્જર નગરીભાવનગરના વલ્લભીપુરના મેવાસા ગામ નજીક આઈસર પલટી જતાં 6 લોકોના મોત

ભાવનગરના વલ્લભીપુરના મેવાસા ગામ નજીક આઈસર પલટી જતાં 6 લોકોના મોત

Team Chabuk-Gujarat Desk: ભાવનગરના વલ્લભીપુર નજીક આવેલા મેવાસા ગામ ખાતે જીવલેણ અકસ્માત સર્જાયો છે. ઘાસચારો ભરેલું આઈસર પલટી જતાં 6 લોકોના મોત થયા છે. ઘાસચારો ભરીને જઈ રહેલા આઈસર ટ્રકનું ટાયર ફાટતાં આઈસર પલટી મારી ગયું હતું. આઈસર પલટી જતાં દબાઈ ગયેલા 6 લોકોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તેમજ 108ની ટીમ દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

​​​​​​મળતી માહિતી પ્રમાણે મેવાસા ગામ તરફથી વલ્લભીપુર તરફ આઈસર ટ્રક આવી રહ્યો હતો તે વેળાએ આ દુર્ઘટના બની હતી. આઈસરમાં લીલી કડબ ભરી હતી. અને આઈસરમાં 15 જેટલા મજૂરો સવાર હતા. તે દરમિયાન અચાનક ટાયર ફાટતા આઈસર પલટી મારી ગયું હતું અને તમામ લોકો લીલી કડબ નીચે દબાઈ ગયા હતા. જેમાં 6 લોકોના મોત થયા છે. તમામ લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી છે તેથી તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં 108ની ટીમ, પોલીસ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments