Homeદે ઘુમા કેIPL 2023: તમામ ટીમના કેપ્ટનની ટ્રોફી સાથેની તસવીર આવી સામે

IPL 2023: તમામ ટીમના કેપ્ટનની ટ્રોફી સાથેની તસવીર આવી સામે

Team Chabuk-Sports Desk: આવતીકાલે 31 માર્ચથી ટાટા આઈપીએલ (TATA IPL)ની 16મી સિઝનની શરૂઆત થવા જઈ રહી છે. આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્યાતિભવ્ય રંગારંગ ઓપનિંગ સેરેમની યોજાશે. જેમાં અનેક સ્ટાર સિંગર અને અભિનેતા-અભિનેત્રી પોતાનો જલવો રજુ કરશે. ત્યારે આઈપીએલ શરૂ થવાના આગલા દિવસે ટ્રાફી સાથે તમામ ટીમના કેપ્ટનની (captain) તસવીર સામે આવી છે.

આઈપીએલ 2023માં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. જેમાંથી આ તસવીરમાં 9 કેપ્ટન નજરે પડી રહ્યા છે. આ તસવીરમાં જમણી બાજુએથી રોયલ ચેલેન્જર્સના કેપ્ટન ફાફ ડુ પ્લેસી, કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણા, પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન, લખનઉ સુપર જાયન્ટસના કેપ્ટન કેએલ રાહુલ, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નર અને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ભુવનેશ્વર કુમાર નજરે પડી રહ્યા છે.

આવતીકાલે 31 માર્ચના રોજ આઈપીએલ 2023નો આરંભ થવા જઈ રહ્યો છે. આવતીકાલે પ્રથમ મુકાબલો ગત સિઝનની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સ અને રનર્સ અપ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે યોજાશે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments