Team Chabuk-National Desk: મણિપુરમાં (Manipur) બે મહિલાઓને નગ્ન કરી ફેરવવાના મામલામાં સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વીડિયો હટાવવા માટે કહ્યું છે. તેમજ તેને શેર ન કરવા આદેશ કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓને વીડિયો હટાવવા માટે કહેવામાં આવ્યું છે. સરકારે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કાયદાનું પાલન કરવાનું કહ્યું છે. સરકારનું કહેવું છે કે મામલાની હજુ તપાસ ચાલી રહી છે. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિએ આ મામલાને લગતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર ન કરવો જોઈએ.

4 મેની ઘટના
હકીકતમાં, મણિપુરના પહાડી વિસ્તારોમાં એક વીડિયોને લઈને તણાવ ફેલાયો છે જેમાં બે મહિલાઓને નગ્ન પરેડ કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, વીડિયો 4 મેનો છે અને બંને મહિલાઓ કુકી સમુદાયની છે, જ્યારે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરી રહેલા પુરૂષો તમામ મૈતઈ સમુદાયના છે. આદિવાસી સંગઠન ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બળાત્કાર અને હત્યાનો કેસ નોંધાયો
પોલીસે જણાવ્યું કે, થોબલ જિલ્લાના નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બદમાશો વિરુદ્ધ અપહરણ, ગેંગરેપ અને હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
