Team Chabuk-Gujarat Desk: પ્રભુ ભજન કરવાની અને માળા ફેરવવાની ઉંમરે વૃદ્ધ આરોપી બની જાય અને એ પણ જેવો તેવો નહીં પણ ત્રણ વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખે ત્યારે ફિટકાર સિવાય તો શું વરસે? આ ઘટના બની છે અમદાવાદ શહેરમાં. જ્યાં 60 વર્ષના એક વૃદ્ધે ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. ઘટના એવા સમયે બની જ્યારે માતાને પોતની બાળકી ક્યાંય જડતી નહોતી. એ સામેના વૃદ્ધના મકાનમાં ગઈ ત્યારે તેને બાળકી સાથે દુષ્કર્મ થયાની માહિતી મળતા તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. હાલ આ અંગેની પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે.
સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ. અમદાવાદના વાડજ વિસ્તારમાં એક 60 વર્ષીય વૃદ્ધ ભાડેના મકાનમાં રહે છે. તેઓ જ્યાં રહે છે તે મકાનની નીચે જ એક પરિવાર રહે છે. આ પરિવારના લોકોની ત્રણ વર્ષની બાળકી મંગળવારના રોજ સામેના એક બહેનને ત્યાં રમી રહી હતી, પણ જ્યારે તેની માતા તેને જોવા માટે ગઈ ત્યારે તે ત્યાં નહોતી. ચિંતાતુર બનેલી માતા પોતાની બાળકીને હાંફળી ફાફડી બની શોધવા લાગી હતી. માહિતી મળી હતી કે બાળકીને ઉપરના માળે રહેતા વૃદ્ધ લઈ ગયા છે.
પુત્રીને લેવા ઉપરના માળે જ્યારે તેની માતા ગઈ ત્યારે બાળકી પગથિયાં ઉતરી રહી હતી. તેની સાથે કોઈ અનિચ્છનીય બનવા બન્યો હોવાનું માતાને લાગતા તેણે તેની પૂછપરછ કરી હતી. જેમાં બાળકીએ તમામ વિગતો જણાવી દેતા મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. હાલ પોલીસે ડોસાને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ ડોસાનું પરિવાર ઉત્તર પ્રદેશમાં રહે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત