Team Chabuk-Gujarat Desk: જામનગરમાં અતિવૃષ્ટીને પગલે કેટલાય ખેડૂતો અને માલધારીઓનાં ઢોર ઢાખર મૃત્યુ પામ્યા છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બની છે. જ્યાં જામનગરમાં પૂર પ્રકોપના કારણે ઢોર મોતના મુખમાં ધકેલાયા તો સુરેન્દ્રનગરના એક ગામમાં વીજળી પડવાના કારણે મૂંગા પશુઓના જીવ ચાલ્યા ગયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વેળાવદર ગામે વીજળી પડવાના કારણે પાંચ ગાય, ત્રણ ભેંસ અને બે વાછરડાના મોત થતાં પશુપાલકો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. આ ઘટનાની જાણથી આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામી હતી. પશુઓના મોતના કારણે પશુપાલકોની સ્થિતિ દયનીય બની ગઈ છે અને પશુપાલકો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.
રાતના સમયે ભારે વરસાદની સાથે વીજળી પડી રહી હતી. એવામાં એક જોરદાર વીજળી વાડામાં બાંધેલા પશુઓની ઉપર પડતા સાત પશુઓનાં મોત થયા હતા. સાતે પશુઓનાં મોત થવાના કારણે પશુપાલકની રોજગારી છીનવાઈ ગઈ છે. આ ગોઝારી ઘટનામાંથી ઉગરવા માટે પશુપાલકોની એક જ માગ છે કે સરકાર તેમને સહાય કરે. હાલ તો આ પશુપાલકો ચારે બાજુથી ભાંગી ચૂક્યા છે. તેમની જીવાદોરીની છેલ્લી ચાવી આ પશુઓ હતા અને એ પણ ક્રૂર કુદરતે છીનવી લેતા તેમના પર આભ ફાટી પડ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત