Homeગુર્જર નગરીસુરત: પત્નીને કોલેજીયન યુવાન સાથે સંબંધ નથી આ માટે એસિડ અટેકરૂપી પ્રેમના...

સુરત: પત્નીને કોલેજીયન યુવાન સાથે સંબંધ નથી આ માટે એસિડ અટેકરૂપી પ્રેમના પારખા થયા

Team Chabuk-Gujarat Desk: સુરતમાં પરિણીત મહિલાનું કોલેજીયન યુવક સાથેનું લફરું એસિડ અટેકની ક્રૂરતા સુધી પહોંચી જશે તેવું કોઈએ નહીં વિચાર્યું હોય. પતિ, પત્ની અને વોહની આ ત્રિવેણીનો ખૂબ ખરાબ અંજામ આવ્યો છે. પરિણીત મહિલાને કોલેજીયન યુવકની સાથે સંબંધ હતા. આ સંબંધની જાણ તેના પતિને થઈ જતાં તેણે તેની આંખો સામે જ પ્રેમના પારખા કરવાનું નક્કી કર્યું હતું. પત્ની પણ આડા સંબંધ ન હોવાની વાતને સાચી ઠેરવવા માટે પારખા કરવા તૈયાર થઈ ગઈ હતી. પ્રેમિકાએ તેના પતિની સામે જ કોલેજીયન પ્રેમીની ઉપર એસિડ ફેંક્યું હતું જેમાં પતિ પણ દાઝ્યો હતો.

આ ઘટનાની શરૂઆત દોઢેક વર્ષ પહેલા થઈ હતી. જ્યારે કોલેજમાં અભ્યાસ કરતા વીસ વર્ષના યુવાનને એક અન્ય યુવક સાથે મિત્રતા કેળવાઈ હતી. તે તેના ઘરે ગયો હતો જ્યાં મિત્રની પત્ની સાથે તેને પરિચય થયો હતો. આ પરિચય આગળ જતા પ્રેમમાં પરિણમ્યો હતો. કોલેજીયન યુવક અને મિત્રની પત્ની ઘરે જ મળતા હતા. બે વખત શરીર સંબંધ પણ બંધાયો હોવાની પરિણીતાના પતિને જાણ થઈ હતી. આ મુદ્દે બંને પતિ પત્ની વચ્ચે ગૃહકંકાસ ચાલુ રહેતો હતો.  

યુવક મહિલાના પતિની દુકાને બેસતો હતો ત્યારે બંને પતિ પત્ની આવ્યા હતા. પ્રેમિકાએ આ સમયે કોલેજીયન પ્રેમીની ઉપર એસિડ ઉડાવ્યું હતું, જેના કેટલાક છાંટા પતિ ઉપર પણ પડતા બંનેને સારવાર અર્થે રાજ એમ્પાયરમાં આવેલી વિહાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોલેજીયન યુવકની ફરિયાદના આધારે પતિ અને પત્નીની વિરૂદ્ધ પોલીસે એસિડ અટેકની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પતિને વિશ્વાસ થાય કે તેનો યુવાન સાથે કોઈ સંબંધ નથી અને ઘરમાં વારંવાર થતો ઝઘડો અટકી જાય, આ માટે પત્નીએ પ્રેમનું પારખું કરવાનું નક્કી કર્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments