Team Chabuk-Gujarat Desk: રોડ અકસ્માતો અટકાવવા માટે રાજ્યના સ્ટેટ ટ્રાફિક બ્રિગેડના આઈજીપી દ્વારા તમામ ટ્રાફિક પોલીસને એક મહત્વનો આદેશ કરાયો છ. જે અતંર્ગત આવતીકાલથી એટલે કે 6 માર્ચથી હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમ ભંગ કરનારને દંડવાની કાર્યવાહી કડક કરવામાં આવશે. રાજ્યના સ્ટેટ ટાફિક બ્રિગેડના આઇજીપી પીયૂષ પટેલે પરિપત્ર જાહેર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવના આદેશ આપ્યા છે. તમામ શહેરોના પોલીસ કમિશનરો, આઇજીપી અને જિલ્લાના વડાઓને સુચના આપવામાં આવી છે. જેમાં નિયમોનો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરીને દંડ કરવા જણાવાયું છે.
એસટીબીના આઈજીપી પીયૂષ પટેલે કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં બનતાં રોડ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહીં પહેરવા તથા સીટ બેલ્ટ નહીં બાંધવાના કારણે અકસ્માતોમાં મૃત્યુદર તેમજ ગંભીર ઈજાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળેલ છે. રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા સારું ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેની કામગીરીમાં હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવા.

જેના અંતર્ગત રાજ્યભરમાં 6 માર્ચથી 15 માર્ચ 2022 સુધી ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી છે. આ દરમિયાન હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ રાખવા તથા આ ડ્રાઈવ દરમિયાન વધુમાં વધુ કેસો કરવાના રહેશે.તમામ શહેરો અને જિલ્લાની સમીક્ષા કરવા રોજે-રોજ કેટલો દંડ કર્યો તેની તમામ માહિતી બીજી જ દિવસે આપી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી હેલ્મેટ વિનાના અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવનારાઓને જવા દેવાતા હતા તેમાં હવે કડક કામગીરી કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
