Team Chabuk-Gujarat Desk: મહેસાણા જિલ્લાના વિસગનર તાલુકાના સવાલા ગામમાં કોંગ્રેસી નેતા વઝીરખાન પઠાણના પુત્ર શાહરુખ ખાનના લગ્ન પ્રસંગમાં હાજર રહેલું આખેઆખું સવાલા ગામ ફૂડ-પોઇઝનિંગની ઝપટમાં આવી ગયું. લગ્ન પ્રસંગમાં નોનવેજ ખાધા બાદ હાજર ગ્રામજનોને ઝાડા-ઊલટી થવા લાગી હતી. એકસાથે 1 હજારથી વધુ લોકોને અસર થતાં 6 ગામની હોસ્પિટલો દર્દીઓથી છલકાઈ હતી. વિસનગર, મહેસાણા, ઊંઝા, ખેરાલુ, વડનગર અને ગાંધીનગર સિવિલમાં દર્દીઓને સારવાર આપવામાં આવી છે. 95% દર્દીઓની સારવારમાં સુધારો આવ્યો હોવાથી તેમને ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે હજી પણ ઘણા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
તો બીજી તરફ વિસનગરના ધારાસભ્ય સભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને આ સમાચાર મળતા તેઓ તરત જ ગાંધીનગરથી મોડી રાત્રે ૩:30 વાગ્યે વિસરનગર દોડી આવ્યા હતા.
મંત્રી ઋષિકેશ પટેલે વિસનગરની સિવિલ હોસ્પિટલ, વડનગર સરકારી હોસ્પિટલ અને નૂતન હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લઇ તેમના ખબર અંતર પૂછ્યા હતા.
ઋષિકેશ પટેલે આરોગ્યતંત્રને દર્દીઓને સિવિલ હોસ્પિટલ ઉપરાંત તાલુકાની વિવિધ હોસ્પિટલ અને નજીકના તાલુકાની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સધન સારવાર ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપી હતી.
આરોગ્ય તંત્રથી મળતી વિગતો અનુસાર , વિસનગરની નૂતન હોસ્પિટલમાં 410, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 300, મહેસાણાની જી.એચ. હોસ્પિટલમાં 206, વિસનગર સી.એચ.સી.માં 44, ઉંઝા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટસમાં 5, વડનગર સરકારી હોસ્પિટલમાં 135, સી.એચ.સી. ખેરાલુમાં 7 અને મહેસાણાની હોસ્પિટલમાં 50 આમ કુલ 1057 જેટલા દર્દીઓને સધન સારવાર આપવામાં આવી હતી.
આ તમામ દર્દીઓની હાલત હાલ સ્થિર છે. જેમાંથી મોટાભાગના દર્દીઓ સારવાર મેળવીને સ્વગૃહે પરત થયા છે.દર્દીઓને સધન સારવાર મળી રહેતા કોઇ પણ પ્રકારનો ગંભીર બનાવ કે મૃત્યુ નોંધાયુ નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
