Homeગુર્જર નગરીફિલ્મી સ્ટાઈલમાં દિલધડક લૂંટ, હાઇવે પર કારને ટક્કર મારી આટલા લાખ રુપિયાની...

ફિલ્મી સ્ટાઈલમાં દિલધડક લૂંટ, હાઇવે પર કારને ટક્કર મારી આટલા લાખ રુપિયાની લૂંટ ચલાવાઈ

Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠામાં લૂંટની ઘટના સામે આવી છે. પાલનપુર-ડીસા નેશનલ હાઇવે પર લૂંટની ઘટના બની છે. ફિલ્મી ઢબે લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. વેપારીની કારને ગાડીથી ટક્કર મારી લૂંટ ચલાવવામાં આવી છે. વેપારી પાસેથી અંદાજે 7 લાખની લૂંટ ચલાવવામાં આવી છે, જ્યારે આ ઘટનામાં ઈજાગ્રસ્ત વેપારીને હોસ્પિટલ ખેસડવામાં આવ્યો છે.

પાલનપુર-ડીસા નેશનલ હાઇવે પર લૂંટના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. વેપારી પાસેથી 7 લાખની લૂંટ કરી અજાણ્યા શખ્સો થયા ફરાર છે. કુષ્કલના પાટીયા નજીક વેપારી ગાડી લઇને પસાર થઇ રહ્યા હતા, ત્યારે અચાનક જ ઇકો ગાડીએ ટક્કર મારી હતી. કોઇ સમજાય તે પહેલા જ ઇકો ગાડીમાં સવાર આરોપીઓએ લૂંટ ચલાવી હતી. વેપારી ડીસાથી પાલનપુર આવતો હતો તે સમયે ઇકો ગાડીમાં આવેલા 7 લોકો લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. ટક્કર મારી લૂંટ ચલાવતાં હાઇવે પર જ જાણે રિયલ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાને પગલે ટ્રાફિકજામ થયો હતો, જ્યારે LCB, SOG સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

લૂંટની ઘટનામાં વેપારીને ઇજા પહોંચી છે. માથાના ભાગે ઇજા પહોંચતા વેપારીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે લૂંટની ઘટના મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આરોપીઓ વેપારીનો ક્યાંથી પીછો કરી રહ્યા હતા અને ગુનામાં વપરાયેલી ગાડી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ વેપારીનું નિવેદન લઇને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments