Team Chabuk-Sports Desk: મહિલા એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો છે. ભારતે શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું છે. ફાઈનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 65 રન બનાવ્યા હતા. માત્ર બે મહિલા ક્રિકેટર જ ડબલ આંકડામાં પહોંચી શક્યા હતા. રાણાવીરા 18 રને નોટ આઉટ રહી હતી. રણસિંઘે 13 રન બનાવ્યા હતા. ભારત તરફથી રેણુકા સિંહે 3, રાજેશ્વરી ગાયકવાડે 2 અને સ્નેહ રાણાએ 2 વિકેટ લીધી હતી. બે બેટર રન આઉટ થઈ હતી. શ્રીલંકાએ ફાઈનલ જીતવા આપેલા 66 રનના લક્ષ્યાંકને ભારતે 8.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. સ્મૃતિ મંધાનાએ 25 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર 11 રને નોટ આઉટ રહી હતી.
ભારત સાતમી વખત એશિયા કપ વિજેતા
2004
2005-06
2006
2008
2012
2016
2022
ભારતની પ્લેઈંગ ઈલેવન
સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દલાલન હેમલતા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટ કિપર), પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ
શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન
ચમારી અટ્ટાપટ્ટુ (કેપ્ટન), હર્ષિતા મડાવી, હસીની પરેરા, નિલાક્ષી ડી સિલ્વા, કવિશા દિલહારી, અનુષ્કા સંજીવની (વિકેટકિપર), કવિશા દિલહારી, માલશા શેહાના, ઓશાદી રણસિંઘે, સુગંધિકા કુમારી, ઈનોકા રનવીરા, અચિની કુલસુરિયા.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા