Team Chabuk-National Desk: ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ (Helicopter crash) થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મળતી માહિતી પ્રમાણે કેદારનાથથી બે કિલોમીટર પહેલા ગરુડચટ્ટીમાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટર ક્રેશમાં 2 પાઇલટ અને 5 શ્રદ્ધાળુઓ એમ કુલ 7 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને રાહતકાર્ય શરૂ કરી દેવાયું હોવાનું જણાવ્યું છે.
Uttarakhand CM Pushkar Singh Dhami expresses condolences over the helicopter crash at Garuda Chatti near Kedarnath
— ANI (@ANI) October 18, 2022
"SDRF & district administration teams have reached the spot for relief and rescue work. A detailed inquiry has been ordered into this tragic incident," he tweeted pic.twitter.com/rg8sxoeqEx
આજે કેદારનાથથી 2 કિ.મી. દૂર એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતમાં 7 લોકોનાં મોતના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર આર્યન હેલી કંપનીનું હતું. એ ગરુડચટ્ટી પાસે ક્રેશ થયું છે. આ દુર્ઘટના એવા સમયે બની છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ઓક્ટોબરે કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેવાના છે.
#WATCH | Uttarakhand: A helicopter carrying Kedarnath pilgrims from Phata crashes, casualties feared; administration team left for the spot for relief and rescue work. Further details awaited pic.twitter.com/sDf4x1udlJ
— ANI (@ANI) October 18, 2022
કેદારનાથના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે અહીં ભારે વરસાદ પડી રહ્યો હતો. માત્ર 15 મિનિટમાં હવામાન અચાનક ખરાબ થઈ ગયું હતુ. આ પછી અમારી ઉડાનને પણ અટકાવી દેવામાં આવ્યું હતું. અમને કહેવામાં આવ્યું કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમણે જણાવ્યું હતું કે આ હેલિકોપ્ટરમાં માત્ર મુસાફરો જ સવાર હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
