Homeગામનાં ચોરેટ્રેનમાં આધેડ અને યુવક વચ્ચે બબાલ ! આધેડે યુવકને ટ્રેનમાંથી ફેંકી દીધો,...

ટ્રેનમાં આધેડ અને યુવક વચ્ચે બબાલ ! આધેડે યુવકને ટ્રેનમાંથી ફેંકી દીધો, જુઓ વીડિયો

Team Chabuk-National Desk: પશ્ચિમ બંગાળના બીરભૂમમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક આધેડે ચાલતી ટ્રેનમાં યુવક સાથે બબાલ કરી આ બબાલમાં આધેડનો ગુસ્સો એટલો વધુ ગયો કે યુવકને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધો.

ઇન્ટરસિટી એક્સપ્રેસના એક ડબ્બામાં એક આધેડ અને યુવક સહિતના લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાનન તેમની વચ્ચે બોલાચાલી થઈ. સામાન્ય બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો. આધેડ પોતાની જગ્યા પરથી ઉઠ્યા અને ઝપાઝપી કરવા લાગ્યા અને જોતજોતામાં આધેડે યુવકને ટ્રેનમાંથી ધક્કો મારી દીધો એટલું જ નહીં ધક્કો માર્યા બાદ તેણે પાછુ વળીને જોયું પણ નહીં કે યુવકનું શું થયું છે ? વીડિયો વાયરલ થતા પોલીસે આરોપી ધરપકડ કરી લીધી છે. અન્ય કેટલાક લોકો વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, આધેડ વ્યક્તિ અને યુવક બોલાચાલી કરી રહ્યા છે. સામાન્ય ઝઘડો ધીમે ધીમે ઉગ્ર બની રહ્યો છે. બન્ને ઉભા થઇને ટ્રેનના દરવાજા પાસે ચાલ્યા જાય છે. જોતજોતામાં મામલો મારામારી સુધી પહોંચી જાય છે. યુવક આધેડ પર હાથ ઉઠાવે છે. જો કે, ત્યારબાદ આધેડનો પોતાના ગુસ્સા પર કાબૂ નથી રહેતો અને યુવકને ચાલતી ટ્રેનથી બહાર ધક્કો મારી દે છે અને ત્યારબાદ ભગવાનની માફી માગતો હોય તેવા હાવભાવ કરે છે અને પોતાની સીટ પર આરામથી બેસી જાય છે.

ઘટના શનિવારે બીરભૂમ જિલ્લાના તારાપીઠ રોડ અને રામપુરહાટ રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. હાવડાથી માલદા જનારી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં લોકો સફર કરી રહ્યા હતા. ત્યારે તેમાં બે લોકો ઝઘડવા લાગ્યા.આ કેસ અંગે પોલીસે કહ્યું કે, ઇજાગ્રસ્ત યુવક બીરભૂમના રામપુરહાટનો રહેવાસી છે. રેલવે પોલીસને તે લોહીલૂહાણ હાલતમાં ટ્રેક પર મળ્યો હતો. તેને રામપુરહાટ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તેને દાખલ કરાયો છે હાલ તેની હાલત ગંભીર છે. બીજી તરફ ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછ ચાલું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments