Homeગુર્જર નગરીપોલીસે મોરબીમાં જુગારધામ પર દરોડો પાડ્યો ત્યારે સાત મહિલાઓ પત્તા ટીંચી રહી...

પોલીસે મોરબીમાં જુગારધામ પર દરોડો પાડ્યો ત્યારે સાત મહિલાઓ પત્તા ટીંચી રહી હતી

Team Chabuk-Gujarat Desk: શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં ઠેર ઠેર શ્રાવણિયો જુગાર રમવાનું ચાલુ થઈ ગયું છે. વરસાદની મોસમની સાથે સાથે જુગારની પણ મોસમ ખીલી છે. ત્યારે મોરબીમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું છે. પોલીસે દરોડા પાડીને જુગાર રમતી સાત મહિલાઓને રંગે હાથ ઝડપી લીધી છે. આ જુગારધામમાંથી પોલીસે 1,76,950 રૂપિયા રોકડ પણ જપ્ત કરી છે. મોરબી શહેરમાંથી મહિલા સંચાલિત જુગારધામ ઝડપાતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરા અને નાયબ જિલ્લા પોલીસવડા રાધિકા ભારાઈની સૂચના મુજબ બી ડિવિઝન પોલીસ શહેરમાં જુગારના દુષણને ડામવા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ વી.એલ. પટેલ પ્રયત્નશીલ છે. આ દરમિયાન બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વનરાજ ચાવડાને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરની ઉમા ટાઉનશીપમાં આવેલા વિનાયક એપાર્ટમેન્ટ ડી-103માં રહેતા કિરણબેન પ્રવિણભાઈ બુડાસણા બહારથી મહિલાઓને બોલાવીને જુગારનો અડ્ડો ચલાવી રહ્યા છે. આ ચોક્કસ બાતમીના આધારે બિ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે ઉમા ટાઉનશીપમાં વિનાયક એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો. જેમાં સાત મહિલાઓ પના ટીંચતી રંગેહાથ ઝડપાઈ ગઈ હતી.

જુગારના દરોડામાં ઝડપાયેલી મહિલાઓ

નામરહેણાંકનું સરનામું
કિરણબેન પ્રવિણભાઈ બુડાસણાઉમા ટાઉનશીપ વિનાયક ડી-103 સામાકાંઠે મોરબી-02
ભગવતીબેન સુરેશભાઈ રાંકજારવાપર ઘુનડા રોડ, રવાપર રેસીડેન્સી દેવવ્રત 301, મોરબી-01
રીન્કલબેન જયેશભાઈ ચીકાણીઉમા ટાઉનશીપ, શીવપ્રેમ હાઇટસ-એ 403, સામાકાંઠે, મોરબી-02
જોષનાબેન રાકેશભાઈ બાણુદરીયારવાપર ઘુનડા રોડ, રવાપર રેસીડેન્સી, દેવવ્રત-102, મોરબી-01
સંગીતાબેન ગોપાલભાઈ સોરઠીયાઉમા ટાઉનશીપ, વૈભવ હાઇટસ, બ્લોક નં.401 સામાકાંઠે મોરબી-02
નિલમબેન અમિતભાઈ થોરીયાઉમા ટાઉનશીપ, વૈભવ હાઇટસ, સી બ્લોક નં.203 સામાકાંઠે મોરબી-02
તારાબેન હરેશભાઈ વિલપરામહેન્દ્રનગર સાનિધ્ય પાર્ક, મોરબી-02

પોલીસે સાત મહિલાઓને જુગાર રમતા ઝડપીને તેઓની પાસેથી કુલ 1,76,950 રૂપિયાની રોકડ રકમ સહિતના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી આગળ વધારી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments