Team Chabuk-Political Desk: 2024ની લોકસભાની ચૂંટણી અને આગામી ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ અત્યારથી જ ફૂંકાય ચૂક્યું છે. મમતા બેનર્જીએ દિલ્હીમાં આવી એનસીપીના શરદ પવાર, કોંગ્રસેના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જ્યારે દિલ્હીનાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી. તો બીજી બાજુ રાહુલ ગાંધીએ વિપક્ષને એકત્રિત કરી બ્રેકફાસ્ટ મીટીંગનું આજે આયોજન કર્યું હતું.
સંસદના મોનસૂન સત્રમાં પેગાસસ જાસૂસી વિવાદને લઈને વિપક્ષ અને સરકારની વચ્ચે તણાવની સ્થિતિ સર્જાય છે. કોંગ્રેસની આગેવાનીમાં કેટલીય વિપક્ષી પાર્ટીઓ પેગાસસ અંગે ચર્ચા ઈચ્છે છે. વિપક્ષી એકતા દર્શાવતા મંગળવારના રોજ કોંગ્રેસના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી સહિત વિપક્ષના કેટલાય નેતાઓ સાઈકલમાં સવાર થઈને સંસદ સુધી પહોંચ્યા હતા.
વિપક્ષી એકતાને મજબૂતી આપવા માટે આ કડીમાં મંગળવારના રોજ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા વિપક્ષી દળોને નાસ્તા પર બોલાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, વિપક્ષી પાર્ટીઓએ આંતરિક ચર્ચા કરવી જોઈએ, પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા પર સૌએ અવાજ ઉઠાવવો જોઈએ. આપણે અહીંથી સંસદ સુધી સાઈકલ માર્ચ કરી શકીએ છીએ.
દિલ્હીના કોન્સ્ટીટ્યૂશન ક્લબમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના બોલાવવા પર વિપક્ષી નેતાઓની મુલાકાત યોજાઈ હતી. આ મીટીંગમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ, રાજદ, શિવસેના, સમાજવાદી પાર્ટી સહિતની કેટલીય પાર્ટીના નેતાઓ કોન્સ્ટીટ્યૂશન ક્લબમાં પહોંચ્યા હતા. આ બેઠકમાં સંસદના મોનસૂન સત્રમાં જે કેટલોક પર્યાપ્ત સમય બચ્યો છે, તેમાં ક્યા પ્રકારની ચર્ચા કરવી તે અંગે મનોમંથન કરવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધીએ જે સાંસદોને બોલાવ્યા હતા તેમાંથી આમ આદમી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના વિપક્ષી નેતાઓ જોવા મળ્યા નહોતા. તેમનો એક પણ નેતા રાહુલ ગાંધીની બેઠકમાં નહોતો પહોંચ્યો. રાહુલ ગાંધીની બેઠકમાં કુલ આટલા દળો હતા. કોંગ્રેસ, એનસીપી, આરજેડી, સમાજવાદી પાર્ટી, સીપીઆઈએમ, સીપીઆઈ, આઈયુએમએલ, આરએસપી, કેસીએમ, જેએમએમ, એનસી, ટીએમસી, એલજેડી, એસએસ.
બંગાળના મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસને 2024ની ચૂંટણી સાથે જોડી જોવામાં આવી રહ્યો છે. મમતા બેનર્જી ખૂદને પ્રધાનમંત્રી પદના દાવેદારના રૂપે પ્રેજન્ટ કરી રહ્યા છે. મમતાની દિલ્હી મુલાકાત બાદ રાહુલ ગાંધીએ ફરી એક વખત વિપક્ષી બાગડોર સંભાળી છે. આ વચ્ચે નીતિશ કુમારના નિવેદનને ભાજપની ઉંઘ ઉડાવી દીધી હતી. નીતિશે નિવેદન આપ્યું હતું કે, પેગાસસ જાસૂસીની તપાસ થવી જોઈએ. નીતિશ કુમાર આ પહેલા જનગણનાને લઈને પણ તેજસ્વી યાદવની સાથે સૂર મિલાવી ચૂક્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત