Team Chabuk-Sports Desk: 49 વર્ષ બાદ ઓલિમ્પિક મેડલ માટે સેમિફાઈનલમાં પહોંચેલી ભારતીય ટીમનો વિજયરથ બેલ્જિયમની ટીમે 5-2થી અટકાવી દીધો હતો. ભારતીય ટીમ હજુ પણ બ્રોન્ઝ મેડલની રેસમાં છે. બીજી સેમિફાઈનલની જે બે ટીમમાંથી એક ટીમ હારશે તેનો મુકાબલો ભારતીય ટીમની સામે થશે અને તેમાંથી બ્રોન્ઝ મેડલની વિજેતા ટીમ નક્કી થશે.
એલેક્ઝેન્ડર હેન્ડરિક્સે 19,49 અને 53મી મિનિટમાં જે શાનદાર હેટ્રીક ગોલ કર્યા હતા તેની મદદથી બેલ્જિયમ સેમિફાઈનલમાં પહોંચી ગયું હતું. બેલ્જિયમ વર્તમાન સમયની ચેમ્પિયન ટીમ છે. ઓઈ હોકી સ્ટેડિયમ નોર્થ પીચ પર રમાયેલ આ મુકાબલામાં ભારત પહેલા 2-1થી આગળ હતું અને વિજય મેળવશે તેવું લાગી રહ્યું હતું. જોકે બાદમાં વિરોધી ટીમના એક બાદ એક ગોલ થતા મેચમાં ભારતની જીતની આશા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું. અને 1980 બાદ ભારતની ટીમ ફાઈનલ રમવાની તક ચૂકી ગઈ હતી.
હવે ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલ માટે રમવું પડશે. ભારતનો આ મેચ કોની સામે થશે તેનો નિર્ણય ઓસ્ટ્રેલિયા અને જર્મનીની ટીમના બેચ બાદ આવશે. જે ટીમનો પરાજય થશે તે ભારતની સામે બ્રોન્ઝ માટે રમશે. ફરી મેચની વાત કરીએ તો મેચનો પ્રથમ ગોલ બેલ્ઝિયમની ટીમે કર્યો હતો. આ ગોલ લોઈક ફેની લુપર્ટે બીજી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર કર્યો હતો. મેચ શરૂઆત થતાની સાથે જ ભારતની ટીમ પાછળ રહી ગઈ હતી. જોકે ભારતની ટીમને દબાણમાંથી બહાર લાવવાની ભૂમિકા સાતમી મિનિટમાં હરમનપ્રીત સિંહે કરી હતી. હરમને પેનલ્ટીની મદદથી ગોલ ફટકારી 1-1ની બરાબરી પર સ્કોરબોર્ડ લાવી દીધો હતો.
એ પછી કેપ્ટન મંદીપ સિંહે ખૂદ મોર્ચો સંભાળ્યો હતો અને નવમી મિનિટ માટે એક શ્રેષ્ઠ ફિલ્ડ ગોલ દ્વારા ભારતને 2-1થી આગળ કરી દીધું હતું. પ્રથમ ક્વાર્ટરમાં પાછળ રહી ગયા બાદ બેલ્જિયમે મેચમાં પરત ફરવા માટે રમતમાં ઝડપ લાવી દીધી હતી. જે ક્રમમાં 19મી મિનિટમાં તેઓ ગોલ કરવામાં સફળ રહ્યા હતા અને સ્કોરબોડ 2-2ની બરાબરી પર આવી ગયું હતું. એલેક્ઝેન્ડર રોબી હેડરિકે પેનાલ્ટી કોર્નર પર ગોલ કરીને 2-2 સ્કોર કરી દીધો હતો.
ત્રીજા ક્વાર્ટરમાં કોઈ ગોલ નહોતો થયો. ચોથા ક્વાર્ટરમાં ભારતની ટીમ નબળી પડી અને બેલ્જિયમે ઝડપ પકડતા 49મી મિનિટમાં પેનલ્ટીની મદદથી ગોલ કર્યો. આ ગોલ ફટકારનાર પણ એલેક્ઝેન્ડર રોબી હેડરિકે જ હતો. બેલ્જિયમ 3-2ની લીડ પર આવી ગયું હતું. ત્રીજા અને ચોથા ક્વાર્ટરની શરૂઆત સુધીમાં બેલ્જિયમે 7 પેનલ્ટી કોર્નર મેળવ્યા હતા.
ભારત હાર્યું ત્યાં કે બેલ્જિયમને સતત પેનલ્ટી કોર્નર મળી રહ્યા હતા. આ ક્રમમાં જ 53મી મિનિટમાં પેનલ્ટી સ્ટ્રોક પ્રાપ્ત કરી લીધો. જેના પર ગોલ કરીને હેંડરિક્સે હેટ્રીક લગાવી દીધી હતી. બેલ્જિયમની ટીમ 4-2થી આગળ નીકળી ચૂકી હતી અને ભારતનો પરાજય નક્કી થઈ ગયો હતો. બેલ્જિયમની ટીમ એ પછી પણ ન અટકી. અંતિમ મિનિટમાં એક ગોલ ફટકારતાની સાથે જ સ્કોરબોર્ડ 5-2 થઈ ગયો અને ભારતની હાર થઈ ગઈ. બેલ્જિયમ માટે આ ગોલ 60મી મિનિટમાં ડોમનિક ડોહમેને ફટકાર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત