Homeગુર્જર નગરીગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસની વચ્ચે 70 હજાર ટિકિટ વેચાઈ

ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસની વચ્ચે 70 હજાર ટિકિટ વેચાઈ

Team Chabuk-Gujarat Desk: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 72 રન બનાવતાની સાથે જ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની જશે જેણે 3000 રનની ઉપલબ્ધિ મેળવી હોય. પહેલા ક્રમે તો વિરાટ કોહલી જ છે, પણ રોહિત શર્મા પાંચ ચોગ્ગા ફટકારી દે છે તો તે વિરાટ કોહલી પછી 250 ચોગ્ગા ફટકારનારો બીજો ભારતીય બની જશે. આ સાથે જ જો કોરોના 70 હજાર લોકોને એક સાથે જોશે તો શું એ પણ નવો કિર્તીમાન રચના રઘવાયો નહીં થાય ?

ટેસ્ટ ક્રિકેટમાં મર્યાદિત ક્ષમતામાં ઓડિયન્સ રહ્યું પણ હવે પ્રથમ ટી ટ્વેન્ટીમાં જનતાને સ્ટેડિયમમાં ઘેટા બકરાની જેમ નાખવાની તૈયારીઓ થઈ ચૂકી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટી ટ્વેન્ટી મેચ માટે કુલ 70 હજાર ટિકિટો વેચાય છે. લોકો સોશિયલ મીડિયા પર મને ટિકિટ મળી ગઈ છે તેવી તસવીરો મૂકી રહ્યા છે અને હરખાઈ રહ્યા છે.

આ વચ્ચે દેશમાં કોરોનાના કેસનો રાફડો પણ ફાટ્યો છે. ગઈકાલે ગુજરાતમાં જે કેસ 600 સુધી હતા તે હવે 700 થઈ ગયા છે. કુલ કેસની સંખ્યા 710 થઈ છે. ગુજરાતમાં ગીચ વિસ્તાર ધરાવતા સુરતમાં 200 ઉપર કેસ નોંધાયા છે. જોકે સૌથી સારી વાત એ છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોઈનું મોત નથી થયું.

જોકે હવે એકસાથે સિત્તેર હજાર લોકોને એક જ સ્ટેડિયમમાં બેસાડી શું તંત્ર સાબિત કરવા માગે છે કે કોરોના ગયો ? કોરોનાનું કોઈ નામોનિશાન નથી ? સામે મહારાષ્ટ્રના નાગપુરમાં અઠવાડિયા સુધીનું લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. નાગરિકોએ અત્યારથી જ ચેતતા રહેવાની જરૂર છે. જો સજાગ નહીં રહે તો કોરોના ભરખી જ જશે. કોરોનાનું બિહામણું સ્વરૂપ આપણે 2020માં જોઈ ચૂક્યા છીએ. વેક્સિન આવી ગઈ છે પણ સાવચેતીની પણ જરૂર છે.

રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને હરિયાણામાં કોરોના સંક્રમણ ભયજનક રીતે વકરી રહ્યું છે. જાન્યુઆરી બાદ 2021માં પહેલી વખત એવું થયું છે કે કોરોનાનો આંકડો દેશભરમાં 20,000 જેટલો આવ્યો હોય. આ અંગે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ગુજરાત, હરિયાણા અને મધ્યપ્રદેશમાં કોરોનાનું સ્તર ભયજનક રીતે વધી રહ્યું છે. ભારતમાં રાજ્ય પ્રમાણે વધી રહેલા કોરોનાના કેસ પર નજર કરવામાં આવે તો.

રાજ્યકેસ
મહારાષ્ટ્ર13,659
કેરળ2,475
પંજાબ1,393
કર્ણાટક760
ગુજરાત 710
તમિલનાડુ671

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments