Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિવસે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવના નરેન્દ્ર મોદી વનમાં રેકોર્ડ બ્રેક ૭૧ હજાર વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રેમનો સંદેશો આપ્યો હતો. આ ૭૧ હજાર વૃક્ષો શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ બનશે તેવું જણાવી મુખ્યમંત્રીએ રાજ્યના નગરો-મહાનગરોમાં વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જળવાય અને શુદ્ધ પ્રાણવાયુ મળે તે માટે ગ્રીન કવર વધારવાની નેમ વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં આ વનીકરણને પરિણામે દોઢ બે દાયકામાં રાજ્યમાં વન બહારના વિસ્તારોમાં 58 ટકાના વધારા સાથે 39.75 કરોડ વૃક્ષો ગુજરાત ધરાવતું થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “mission million trees” અભિયાનને વેગવંતુ બનાવવા જે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત ગરીબોની બેલી કાર્યક્રમમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની બાજુમાં સ્થાન આપવામાં આવ્યું.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદ ના સાંસદ સર્વ હસમુખ પટેલ, કિરીટ સોલંકી, ધારાસભ્ય સર્વ પ્રદિપસિંહ જાડેજા, વલ્લભ કાકડીયા, અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, કોર્પોરેટરો, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર, મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત