Homeગુર્જર નગરીરાજકોટ: પરિવાર સવારે સાત વાગ્યે ઉઠ્યો તો પુત્ર સહિત કબાટમાંથી 35 હજાર...

રાજકોટ: પરિવાર સવારે સાત વાગ્યે ઉઠ્યો તો પુત્ર સહિત કબાટમાંથી 35 હજાર ગાયબ હતા

Team Chabuk-Gujarat Desk: રાજકોટની આંબેડકર નગર વિસ્તારની શેરી નંબર-13માં રહેતા મનોજભાઈ ગોહેલનો પુત્ર ભાવિન કોઈને કહ્યા વગર ઘરેથી ચાલ્યો જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મનોજભાઈ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે.

તારીખ પાંચના રોજ વહેલી સવારે તેમનો પુત્ર કોઈને પણ ક્યાં જાય છે તેની વિગત જણાવ્યા વિના ચાલ્યો ગયો હતો. પરિવારના લોકો જ્યારે સવારના સાત વાગ્યે ઉઠ્યા ત્યારે તેમનો પુત્ર ભાવિન ક્યાંય ન દેખાતા હાંફળા ફાંફળા થઈ ગયા હતા અને તેને શોધવા માટે કવાયત આદરી હતી. ખૂબ શોધવા છતાં તેમના પુત્રનો પત્તો લાગ્યો નહોતો. આ અંગેની તેમણે આસપાસના વિસ્તારમાં પણ તપાસ કરી હતી.

પુત્ર ક્યાંય ન મળતા પરિવારના લોકોને લાગ્યું હતું, કે તે નીકટના પરિવારજનોના ઘરે ચાલ્યો ગયો હશે. આખરે પરિવારના લોકોએ પોતાના સ્વજનો પાસે જઈને પણ પૂછતાછ કરી હતી, જોકે ત્યાંથી પણ તેની કોઈ જાણકારી હાથ લાગી નહોતી. આખરે પિતા મનોજભાઈએ પુત્ર ભાવિન અંગે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. લેખિત ફરિયાદમાં એમ પણ લખેલું છે કે ભાવિન કબાટમાંથી પાંત્રીસ હજારની રોકડ રકમ પણ લઈ ગયેલ છે. હાલ પોલીસે પરિવારની ફરિયાદના આધારે ભાવિનને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments