Team Chabuk-Gujarat Desk : ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા અને સ્વતંત્રતાની મોટી ગુલબાંગો વચ્ચે એક દલિતના વરઘોડાને કોઈ મોટો નેતા હોય તેમ 75 પોલીસકર્મીઓ દ્વારા સુરક્ષા આપવામાં આવતા આ ઘટના એક રીતે શરમજનક તો ગુજરાત સરકાર માટે હાસ્યાસ્પદ સાબિત થઈ છે. ઉપરથી ગુજરાત મોડલનાં લીરેલીરા ઉડી ગયા છે. ઉપરથી આ સમાચાર ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી દ્વારા પણ ફેસબુકમાં શેર કરવામાં આવતા લોકો અવાક્ બની ગયા છે.
21મી સદીમાં અને વિકાસની વાતો વચ્ચે દલિતોની સ્થિતિ ગુજરાતમાં જેમની તેમ રહી ગઈ છે. આ ઘટના છે સાબરકાઠાના વડાલી તાલુકાના ભજરપુરાની. અહીં દલિતોને લગ્નપ્રસંગે વરઘોડો કાઢવાનો હતો પણ ગામનાં લોકોએ સ્પષ્ટ ના પાડી દેતા વાતાવરણ તંગ બની ગયું હતું. પછી જે થયું એ કદાચ ગુજરાતના ઈતિહાસમાં અગાઉ કદી નહીં થયું હોય.
આજે શનિવારનાં રોજ દલિત પરિવારનો વરઘોડો નીકળવાનો છે જેમાં કોઈ મોટા નેતાને સુરક્ષા બંદોબસ્ત આપવાનો હોય તેમ કુલ 75 ઓફિસરોની ટૂકડી તૈનાત કરાય છે. ગુજરાતમાં દલિતો સુરક્ષિત છે અને તેમને કોઈ ઉની આંચ પણ નથી આવતી એવી વાતનું આ ઘટના દ્વારા બાષ્પીભવન થઈ ગયું છે અને ગુજરાત સરકાર હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ છે, કારણ કે કોઈનાં હરખનાં પ્રસંગ એવા લગ્નનાં વરઘોડામાં 75 પોલીસની ટૂકડી ??
સાબરકાંઠાના વડાલી પાસે આવેલ ભજપુરામાં દલિત યુવક નરેશભાઈ લેબાભાઈ વણકરનાં પુત્રના વેવિશાળ હોવાથી વરઘોડો કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક ગામનાં લોકોએ દલિત યુવકના વરઘોડાનો વિરોધ કર્યો હતો અને ધમકી ઉચ્ચારી હતી. આ કારણે દલિત પરિવારને પોલીસનાં શરણે જવું પડ્યું હતું. પોલીસે મદદ પણ કરી હતી. જોકે સ્થિતિ એવી થઈ કે જાણે લગ્ન ગુજરાતમાં નહીં પણ પાકિસ્તાનમાં થતા હોય.
હવે વરઘોડો નીકળવાનો છે ત્યારે ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, જાદર, ખરોજ આમ કુલ પાંચ પોલીસ સ્ટેશનની પોલીસ બોલાવવામાં આવી છે. આ કાફલામાં કુલ પાંચ પીએસઆઈ, ત્રીસ જેટલા હથિયારધારી પોલીસ અને વીસ મહિલા પોલીસને બંદોબસ્ત માટે ગોઠવવામાં આવ્યા છે.
ખાસ તો જિલ્લા પોલીસ વડા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે આ લગ્ન પ્રસંગની વીડિયોગ્રાફી કરવામાં આવે. બીજી બાજુ ઈડરના જ દલિત ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા હોવા છતાં તેમના મૌને દલિતોનો રોષ સહન કરવાનો વારો આવ્યો છે અને તેમની સમાજ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે.
ગુજરાત સરકાર ગુંડાઓને ડામી દીધા અને સંવેદનશીલતાની સાથે ભાઈચાની વાત કરે છે, પણ તેમના જ એક પ્રદેશમાં જ્યાં તેમનો જ એક ધારાસભ્ય અને તે પણ દલિત સમાજમાંથી આવતો હોવા છતાં દલિતોની સ્થિતિ એવી કફોડી બની છે કે તેમને 75 પોલીસોનું પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે. શું દલિતો પોલીસ પ્રોટેક્શન વિના વરઘોડો ન કાઢી શકે ?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત