Homeગુર્જર નગરી‘મને માફ કરી દેજો’ – આર્થિક સંકડામણે ભુજના પરિવારનો માળો પીંખી નાખ્યો

‘મને માફ કરી દેજો’ – આર્થિક સંકડામણે ભુજના પરિવારનો માળો પીંખી નાખ્યો

Team Chabuk-Gujarat Desk : ગુજરાતમાં આર્થિક સંકડામણ સહિતની સમસ્યાઓને લઈને દિનપ્રતિદિન મોતના બનાવો બની રહ્યા છે. જેમાં આજે આર્થિક સંકડામણે ભૂજના એક પરિવારનો માળો પીંખી નાખ્યો હતો.

ભુજના કુકમામાં આર્થિક સંકડામણનાં કારણે આત્મહત્યા કરવાનો વધુ એક બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. ભુજમાં દંપતિએ આર્થિક સમસ્યાની સામે ટક્કર ન લઈ શકતા ઝેરી દવા પી મોતને મીઠું કર્યું હતું. જેમાં પત્નીનું મોત થયું હતું તો પતિની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. આ વચ્ચે બંને દંપત્તિએ પત્ર લખી સંતાનોની માફી માગી હતી અને દાદા પાસે ચાલ્યા જવાનું પત્રમાં લખ્યું હતું. આ ઘટના બન્યા બાદ આસપાસનાં લોક તથા પરિવારજનોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે.

સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ગુરૂવારની સાંજે મીનાબહેન હિતેશભાઈ પ્રજાપતિ અને હિતેશભાઈ પ્રજાપતિએ ઝેરી દવા પી મોતના માર્ગે જવાનું નક્કી કર્યું હતું. જેમાં મીનાબહેનને યોગ્ય સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યું થયું હતું જ્યારે તેમના પતિ હિતેશભાઈ જીવનમરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પરિવારના મોભી તરીકે અને પુત્રી અને પુત્રના પિતાને સાચવવાની જવાબદારી હોવાથી તે બચી જાય તેવી ઘરનાં લોકો આશ લઈ બેઠા છે.

આત્મહત્યાની ઘટના સામે આવતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાં તેમને આત્મહત્યા પહેલા લખેલો પત્ર મળી આવ્યા હતો. આ પત્રમાં દંપતીએ પુત્ર મયંક અને નંદનીને ટાંકીને તેમની માતાએ લખ્યું છે કે, તમારી માતા જાય છે. મને માફ કરજો ને તમારું ધ્યાન રાખજો. દીકરી ભાઈનું ધ્યાન રાખજે મમ્મી તને પ્રેમ કરે છે. દાદા પાસે ચાલ્યા જજો.

માત્ર પુત્ર અને પુત્રીને જ નહિં પણ પોતાના માતા પિતાને ઉદ્દેશીને મહિલાએ લખ્યું છે કે, મને ક્ષમા કરી દેજો હું જિંદગીથી કંટાળી ચૂકી છું. આત્મહત્યાની ઘટના બાદ પોલીસ હવે આત્મહત્યાનું મૂળ કારણ શું તેની તપાસ કરી રહી છે. પુત્ર પુત્રીએ માતાને ગુમાવવાનો વારો આવ્યો છે જેથી પરિવારમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments