Homeગુર્જર નગરીપોરબંદરના ભેટકડી ગામમાં અંધાધૂંધ 8 રાઉન્ડ ફાયરિંગ, પોલીસે આરોપીની કરી ધરપકડ

પોરબંદરના ભેટકડી ગામમાં અંધાધૂંધ 8 રાઉન્ડ ફાયરિંગ, પોલીસે આરોપીની કરી ધરપકડ

Team Chabuk-Gujarat Desk: પોરબંદર જિલ્લાના એક ગામમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જિલ્લાના ભેટકડી ગામમાં અંધાધૂંધ આઠ રાઉંડ ફાયરિંગ કરવાના કેસમાં પોલીસે ભરત ઓડેદરા નામના શખ્સની ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, જિલ્લાના ભેટકડી ગામના સીમ વિસ્તારમાં ભરત ઓડેદરા નામના શખ્સે અગાઉની અદાવતમાં સામત ઓડેદરા નામના વ્યક્તિની ઘર પાસે આઠ રાઉંડ ફાયરિંગ કર્યું હતું.

આ કેસમાં બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. નાનકડા એવા ગામમાં આઠ રાઉન્ડ ફાયરિંગ થતા ખલભળાટ મચી ગયો હતો. આ સમગ્ર ઘટનાની ગંભીરતા સમજી પોલીસે ફાયરિંગ કરનારની ધરપકડ કરી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments