Homeવિશેષપાકિસ્તાની યુવતીના ઠુમકાએ સ્ટેજ પર લગાવી આગ, 17 મિલિયનથી વધુ લોકોએ જોયો...

પાકિસ્તાની યુવતીના ઠુમકાએ સ્ટેજ પર લગાવી આગ, 17 મિલિયનથી વધુ લોકોએ જોયો વીડિયો !

Team Chabuk-Vishesh Desk: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ લોકો રાતો રાત ફેમસ થઈ રહ્યા છે. માત્ર ભારતના જ નહીં વિશ્વભરના લોકો સોશિયલ મીડિયાની દુનિયામાં જોવા મળે છે. હાલ એક આવી જ યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે સલમાન ખાનના એક મુવીના ગીત પર ડાન્સ કર્યો હતો.

આયેશા પછી વધુ એક પાકિસ્તાની યુવતીએ હાલ ઈન્ટરનેટની દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. નવી ક્લિપમાં, એક પાકિસ્તાની છોકરી સલમાન ખાનની ફિલ્મ બીવી નંબર 1 ના લોકપ્રિય ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.

આ ક્લિપ યુટ્યુબ પર એક ચેનલે શેર કરી છે. જેને 17 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. દાવો છે કે આ યુવતીએ મહેંદી ફંક્શનમાં સલમાન ખાન અને ગોવિંદાની બીવી નંબર 1 ફિલ્મના ગીત પર પરફોર્મન્સ કર્યું હતું. વીડિયો એક વર્ષ જૂનો છે જો કે, વાયરલ હવે થઈ રહ્યો છે.

યુવતીએ પોતાના અભિનયથી સ્ટેજ પર આગ લગાવી હતી. તેના ડાન્સ મૂવ્સે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો યુવતીના ડાન્સ અને એક્સ્પ્રેશનના ખુબ જ વખાણ કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments