Homeગુર્જર નગરીસુરત: 80 વર્ષના વાસનાંધ વરુએ 8 વર્ષના માનસિક દિવ્યાંગ બાળક સાથે જાહેરમાં...

સુરત: 80 વર્ષના વાસનાંધ વરુએ 8 વર્ષના માનસિક દિવ્યાંગ બાળક સાથે જાહેરમાં સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું

Team Chabuk- Gujarat Desk: સુરતના પુણા વિસ્તારમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. આ ઘટનાને અંજામ આપનારા વૃદ્ધની ચારે તરફ નિંદા થઈ રહી છે. પોલીસ પણ આ ઘટનાને સાંભળીને ચોંકી ગઈ હતી. જો કે, હવે આરોપીને લાંબા સમય સુધી જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

પુણા વિસ્તારમાં એક 80 વર્ષના વૃદ્ધ પર 8 વર્ષના માનસિક રીતે દિવ્યાંગ બાળક પર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે, હવસના વરું વૃદ્ધે સોસાયટીની બહાર મૂકેલા બાંકડા પર જ માસૂમ માનસિક દિવ્યાંગ પર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો. વીડિયોના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

સુરતમાં વાંસનાંધ વૃદ્ધે બાળકને રમાડવાના બહાને તેને ખોળામાં બેસાડીને તેની સાથે અડપલા કર્યા હતા. પોતાની સાથે શું થઈ રહ્યું છે તે માસૂમ કશું સમજી શક્યો નહીં. અને આ ઉંમરે બાળક સમજે પણ શું ? બીજી તરફ વૃદ્ધ પોતાનું પોત પ્રકાશતો રહ્યો અને માસૂમ સાથે ન કરવાનું કર્યું.

દાવો છે કે, આ વૃદ્ધ પહેલાંથી આવું કૃત્ય કરતો હોવાની સ્થાનિકોને આશંકા હતી જેને લઈને તેના પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન જાહેરમાં જ હવસખોર વૃદ્ધની કરતૂત સામે આવી હતી. ત્યારબાદ સ્થાનિકોએ વૃદ્ધને ઝડપીને પોલીસ હવાલે કરી દીધો હતો.

advertisement-1


દાવો છે કે, વૃદ્ધનો બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતાં એક નહીં પરંતુ ત્રણ-ત્રણ વીડિયો સામે આવ્યા છે. ભજન-કિર્તન કરવાની ઉંમરે આ વૃદ્ધની આ કરતૂતથી લોકો રોષે ભરાયા છે અને વૃદ્ધ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવારી કરવાની માગણી કરી છે. હાલ પોલીસે આ કેસમાં 80 વર્ષના વૃદ્ધ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. વૃદ્ધની ઓળખ વશરામ પદમાણી તરીકે કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments