Team Chabuk-National Desk: ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત કુલ 8 આરોપીને જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલાયા છે. હવે 8 ઓક્ટોબરે આર્યનની જામીન અરજી પર સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે, આજે આર્યન, મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટ સહિતના આરોપીને મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મેટ્રોપૉલિટન કોર્ટે શાહરુખના દીકરા આર્યન સહિત 8 આરોપીઓને NCBની કસ્ટડીમાં મોકલવાનો ઈનકાર કર્યો હતો અને આઠેય આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. NCBએ આર્યન સહિત 8 આરોપીઓની કસ્ટડી 11 ઓક્ટોબર સુધી વધારવાની માગણી કરી હતી.
કોર્ટમાં શું થયું ?
NCBના ઝોનલ ડિરેક્ટરે કોર્ટને વિનંતી કરી હતી કે તમામ આરોપીઓને NCB લોકઅપમાં જ રાખવામાં આવે, કારણ કે સાંજે છ વાગ્યા પછી કોવિડ રિપોર્ટ વગર જેલમાં આરોપીની એન્ટ્રી થઈ શકતી નથી. આથી NCB પાસે જ આઠેય આરોપીના રિમાન્ડ રહે જેને કોર્ટે માન્ય રાખી હતી. NCBએ કોર્ટમાં 11 ઓક્ટોબર સુધીના રિમાન્ડ માગ્યા હતા જો કે, કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા નહીં.
NCBએ કોર્ટમાં કહ્યું હતું કે આર્યન ખાને પૂછપરછ દરમિયાન અચીત કુમારનું નામ આપ્યું હતું અને તેની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધી આ કેસમાં કુલ 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વધુ જગ્યાએ દરોડા પાડવા માટે તથા ધરપકડ કરવા માટે હાલના આરોપીઓની પૂછપરછ કરવી જરૂરી છે.
આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. આર્યનના વકીલે કહ્યું હતું, વ્હોટ્સએપ ચેટ ફુટબોલ અંગેની છે અને ફુટબોલમાં કોઈ જાતનું ડ્રગ્સ હોતું નથી.. સતીશ માનશિંદેએ કોર્ટને કહ્યું કે 2 રાતથી આર્યનની પૂછપરછ થઈ નથી. પછી NCB આર્યનની કસ્ટડીની માગણી કેમ કરે છે ? NCB વારંવાર એમ કહે છે કે તે મુખ્ય આરોપી સુધી પહોંચવા માગે છે પરંતુ ત્યાં સુધી તે આર્યનને બંધ બનાવીને રાખી શકે નહીં.

સતીશ માનશિંદેએ કહ્યું હતું કે આર્યનને પ્રતીક ગાબાએ આમંત્રણ આપ્યું હતું. પ્રતીક તથા આર્યન વચ્ચે થયેલી વ્હોટ્સએપ ચેટ અંગે કોર્ટમાં દલીલો થઈ હતી. આ ચેટમાં રેવ પાર્ટીનો ઉલ્લેખ નહોતો. પ્રતીક, અરબાઝ મર્ચન્ટનો પણ મિત્ર છે. આવતીકાલે આર્યનને ફરી કોર્ટમાં રજૂ કરાશે આવતીકાલે નક્કી થશે કે શાહરુખના લાલને જામીન મળશે કે પછી હજુ તેના નશીબમાં જેલનો જ રોટલો લખ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત