Homeગામનાં ચોરેત્રીજા ઉત્પ્રેરકની શોધ માટે બેન્જામિન લિસ્ટ અને ડેવિડ મેકમિલનને રસાયણશાસ્ત્રનું નોબલ પારિતોષિક

ત્રીજા ઉત્પ્રેરકની શોધ માટે બેન્જામિન લિસ્ટ અને ડેવિડ મેકમિલનને રસાયણશાસ્ત્રનું નોબલ પારિતોષિક

Team Chabuk-International Desk: 2021ના નોબલ પુરસ્કારોની ઘોષણા થઈ ચૂકી છે. ચિકિત્સા અને ભૌતિક વિજ્ઞાનની પહેલાથી જાહેરાત થઈ ચૂકી છે. હવે કેમેસ્ટ્રીમાં જાહેરાત થઈ છે. રસાયણશાસ્ત્રમાં આ વખતના વિજેતા છે બેન્જામિન લિસ્ટ અને ડેવિડ ડબલ્યૂસી મેકમિલન. તેમને એસિમિટ્રિક ઓર્ગેનોકૈટાલિસિસના વિકાસ માટે નોબલ પારિતોષિક પ્રાપ્ત થયું છે. આ શોધ કંઈક એવી હોય છે કે, રસાયણશાસ્ત્રમાં ઉત્પ્રેરક હોય છે. અંગ્રેજીમાં તેને કેટાલિસ્ટ કહે છે. ઉત્પ્રેરકનું કામ કોઈ પણ અભિક્રિયામાં વૃદ્ધિ કરવાનું હોય છે. અત્યાર સુધીમાં બે પ્રકારના ઉત્પ્રેરકની જાણ છે. એક ધાતુ ઉત્પ્રેરક અને બીજું એન્ઝાઈમ ઉત્પ્રેરક. લિસ્ટ અને મેકમિલને મળીને ત્રીજા પ્રકારના ઉત્પ્રેરકની શોધ કરી લીધી છે. એસિમિટ્રિક ઓર્ગેનોકેટાલિસિસ તેનું નામ છે.

ચિકિત્સા ક્ષેત્રનું નોબલ પારિતોષિક

સોમવારના રોજ ચિકિત્સા (મેડિસીન) ક્ષેત્રમાં નોબલ પારિતોષિક 2021ની જાહેરાત થઈ હતી. આ વખતનો પારિતોષિક ડેવિડ જૂલિયસ અને આર્ડન પેટામૂટિયમને ભાગીદારીમાં આપવામાં આવશે. આ બંને સંશોધકોએ શરીરનું તાપમાન, દબાણ અને પીડા આપનારા રિસેપ્ટરોની શોધ કરી છે. નોબલ પુરુસ્કાર માટે પસંદગી પામેલા બંને વિજેતા અમેરિકાના રહેવાસી છે. ડેવિડ જૂલિયન યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસર છે. પેટામૂટિયમને અર્મેનિયાઈ મૂળના અમેરિકાના નાગરિક છે. અને લા જોલાના સ્ક્રિપ્સ ઈન્સ્ટીટ્યૂટમાં વૈજ્ઞાનિક છે. ઉલ્લેખનીય છે કે તાપમાન, પીડા અને દબાણ ત્રણે આપણા શરીરને સ્પર્શ કરતો ઈન્દ્રિયો અનુભૂતિનો ભાગ છે. જોકે તેના વિશે વધારે જાણકારી નથી. તેના પર જ જૂલિયન અને પેટામૂટિયમનનું સંશોધન હતું. વિશ્વભરના વૈજ્ઞાનિક સમુદાયોનું માનવું છે કે પીડાની અનુભૂતિ કરાવનારા રિસેપ્ટર્સની ઓળખ બાદ તેને કેટલીય રીતે બીમારીઓ અને આઘાત દરમિયાન મળનારા દર્દને પણ રોકી શકાય છે. એટલું જ નહીં કેટલીય ફાર્માસ્યુટિકલ લેબ્સ આ સમયે એવા મોલિક્યૂલ્સની ઓળખ કરી રહી છે, જે આ રિસેપ્ટર્સને પ્રભાવિત કરી ઈજાના ઉપચારમાં કામ આવી શકે. ખાસ આર્થરાઈટિસ કે કોઈ લાંબી બીમારીમાં મળનારા પીડાના ઉપચાર માટે.

ભૌતિક વિજ્ઞાન

આ જ મુજબ સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં મંગળવાર 5 ઓક્ટોબરના રોજ રોયલ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા હવામાન વિભાગમાં નોંધપાત્ર પ્રદાન બદલ ભૌતિકશાસ્ત્રમાં ત્રણ વૈજ્ઞાનિકોને નોબલ પારિતોષિક આપવામાં આવ્યું છે. એકેડેમીના જણાવ્યા અનુસાર પ્રથમ વખત આ વિષય પર કોઈને નોબલ આપવામાં આવ્યું છે. પુરસ્કાર પ્રાપ્ત કરનારા ત્રણે વૈજ્ઞાનિકોમાં જાપાનના સુકુરો મનાબે, જર્મનીના ક્લોસ હેસલમેન અને ઈટાલીના જ્યોર્જિયો પરિસીનો સમાવેશ થાય છે. પુરસ્કારની ધનરાશિ ત્રણેમાં બરાબરની વહેંચવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments