Homeતાપણુંભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું કાલે વિસ્તરણઃ મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ નવા મંત્રીઓને લેવડાવશે...

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું કાલે વિસ્તરણઃ મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ નવા મંત્રીઓને લેવડાવશે શપથ

Team Chabuk-Political Desk: દિવાળી પહેલા ગુજરાતના રાજકારણમાં નવા-જુની થવા જઈ રહી છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિસ્તરણ આવતીકાલે 17 ઓક્ટોબરના રોજ થવાની પૂરેપૂરી શક્યતા છે. દિવાળી પહેલા જ કેટલાક મંત્રીઓની દિવાળી બગડશે જ્યારે કેટલાક નેતાઓને સરકાર દિવાળી ભેટ આપીને મંત્રી બનાવવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથ વિધિ તારીખ 17 ઓક્ટોબર ને શુક્રવારે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યમંત્રી મંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ આ સમારોહમાં લેવડાવશે.

શપથ ગ્રહણ સમારોહને લઈને બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ગયેલા નેતાઓ પરત ફરશે. આજે બપોર સુધીમાં અમદાવાદ સહિતના ધારાસભ્યો પરત ફરશે. બિહારમાં પ્રચાર માટે અમદાવાદના MLA અમિત ઠાકર, MLA દિનેશ કુસ્વાહા, MLA અમુલ ભટ્ટ, બનાસકાંઠાના MLA પ્રવીણ માળી સહિતના ધારાસભ્યો પરત ફરશે. મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી સહિતના નેતાઓની કેન્દ્રીય નેતૃત્વ સાથેની મેરેથોન બેઠક બાદ આ અંગેનો તખ્તો તૈયાર થઈ ગયો છે. હાલની 17 મંત્રીઓની સંખ્યા ધરાવતી કેબિનેટમાંથી 10 થી 11 મંત્રીઓને પડતા મૂકવામાં આવે અને 14 થી 16 નવા ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવાય તેવી પ્રબળ શક્યતા છે.

Oath

હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયા જેવા રાજ્યકક્ષાના મંત્રીઓને પ્રમોશન મળે તેમજ જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, જયેશ રાદડીયા જેવા નવા ચહેરાઓને સ્થાન મળે તેવી અટકળો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments