Team Chabuk-gujarat Desk: પંચમહાલના ઘોઘંબા તાલુકામાં યુવક અને યુવતીને ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર મારવા મુદ્દે કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. યુવક યુવતીને તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ હતી. તપાસ કરતાં વીડિયો ઘોઘંબાના અંતરિયાળ ગામ વાવડી ફળિયા (ખીલોડી)નો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ મહિલાનો સંપર્ક કરી પહેલાં પોલીસ હકીકતથી વાકેફ થઈ હતી અને ત્યારબાદ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
શું છે સંમગ્ર મામલો ?
થોડા સમય પહેલાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. વીડિયોમાં યુવક-યુવતીને ઝાડ સાથે બાંધી તેમની પર અત્યાચાર કરવામાં આવી રહ્યો હોવાનું નજરે પડ્યુ હતું. યુવતી હાજર લોકો પાસે મદદ માટે બૂમો પાડી રહી હતી પરંતુ કોઈ તેમની મદદે આવતું નથી. સમગ્ર વીડિયોમાં યુવતી ઓ માડી, ઓ બાપા કરી રહી છે પરંતુ હાજર લોકોના પેટનું પાણી નથી હલી રહ્યું. હાજર વ્યક્તિઓ યુવક યુવતીને દોરડા વડે બાંધી રહ્યા છે. તેમને અપશબ્દો કહી રહ્યા છે. 54 સેકેન્ડનો આ વીડિયો હચમચાવી મૂકે તેવો છે. આરોપ છે કે, યુવતીના આડા સંબંધોની શંકામાં યુવતીના પતિ અને સાસરિયા પક્ષે તેમને આ તાલિબાની સજા આપી હતી.
વીડિયો સામે આવ્યા બાદ પંચમહાલ જિલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલે સંલગ્ન પોલીસ મથકના જવાબદાર અધિકારીઓને વીડિયોના મૂળ સુધી પહોંચવા સૂચના આપી હતી. જેના આધારે હાલોલ DySPના માર્ગદર્શન હેઠળ દામાવાવ પોલીસની ટીમ કામે લાગી હતી. આખરે પોલીસને વાયરલ વીડિયોનું સ્થળ મળી આવ્યું હતું જેથી પોલીસ તે અંતરિયાળ ગામે પહોંચી હતી અને સમગ્ર ઘટનાનો ચિતાર મેળવ્યો હતો. ત્યારબાદ ભોગ બનનારી યુવતીની ફરિયાદ લઈ 9 આરોપીઓ સામે દામાવાવ પોલીસ મથકે અલગ અલગ કલમ મુજબ ગુનો નોંધ્યો હતો અને તમામ આરોપીની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
બીજી તરફ યુવક યુવતીને સારવાર માટે લઈ જવાયા હતા. દાવો છે કે, યુવક યુવતીને ઝાડ સાથે બાંધીને સતત ચાર કલાક સુધી એ જ સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા. ચાર કલાકમાં યુવક-યુવતીની હાલત ખુબ ખરાબ થઈ ગઈ હતી. ચાર કલાક સુધી યુવતી બૂમો પાડતી રહી હતી. જો કે, હવે કાયદો હાથમાં લેનારા લોકો જેલના સળિયા ગણી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત