Team Chabuk-Gujarat Desk: હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ‘તૌકતે’ વાવાઝોડુ આગામી તા.૧૭મી મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર ઝોનના ૧૪ જેટલા જિલ્લાઓને આ વાવાઝોડાની અસર થાય તેવી શક્યતાને ધ્યાને રાખીને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોઈ પ્રકારની જાન કે માલની નુકાસની ન થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના વહીવટીતંત્રને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્યનું વહીવટી તંત્ર આ વાવાઝોડા સામે સંપૂર્ણ રીતે સુસજ્જ છે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.
મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, “તૌકતે” અનુસંધાને ભારતના હવામાન ખાતાની આગાહી મુજબ અરબી સમુદ્વનું ડિપ્રેશન છે તે તા.૧૫ મી મેના રોજ સાયકલોનમાં પરિણમે તેવી પૂરી સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જિલ્લાઓના કેટલાક ગામોમાં આ વાવાઝોડાની અસર થાય તેવી સંભાવના છે. જો આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે અથડાશે તો હાલના અનુમાન મુજબ ૧૪૦ થી ૧૫૦ કિમી/કલાકની ગતિથી વાવાઝોડાનો પવન રહેશે તેવું આઈ.એમ.ડી. વિભાગનું અનુમાન છે. એટલુ જ નહી સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટી તંત્ર દ્વારા દરિયો ખેડવા ગયેલા માછીમારોને આવતીકાલ સુધીમાં પરત આવવાનો સંદેશો પણ પહોંચાડી દઈ માછીમારો પરત આવે ત્યાં સુધીની ફોલોઅપ કામગીરી પણ ચાલી રહી છે.
પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, દરિયાકિનારાના વિસ્તારોના લોકોને જરૂરિયાતના સમયે સ્થાળાંતર કરાવવા તથા કોવિડ પ્રોટોકોલ સાથે સલામત સ્થળે લઈ જવા માટે તથા આશ્રય સ્થાનો પરની સુવિધા, વિજળી, પાણી, સલામતી સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ અગોતરી સુનિશ્વિત કરવા માટે આજે ૪.૩૦ કલાકે મુખ્ય સચિવ અનિલ મુકીમની અધ્યક્ષતામાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, રાજ્યના પોલીસ વડા સહિતના તાત્કાલિક સેવાના રાજ્યકક્ષાના અધિકારીઓ સાથે તથા સંભવિત અસરગ્રસ્ત ૧૪ જિલ્લાના કલેક્ટર, મ્યુ. કોર્પોરેશનના કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત