Homeગુર્જર નગરીરવિન્દ્ર જાડેજા અને રિવાબાએ લીધો વેક્સિનનો પહેલો ડોઝ

રવિન્દ્ર જાડેજા અને રિવાબાએ લીધો વેક્સિનનો પહેલો ડોઝ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોના વાયરસ સામે લડવા માટે વેક્સિનેશન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. નેતાઓ અને અભિનેઓ અને ક્રિકેટરોની સાથે સામાન્ય લોકો પણ રસીકરણ કેન્દ્રો સુધી પહોંચી રહ્યા છે અને રસીનો ડોઝ લઈ રહ્યા છે. રાજકોટમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની રિવાબા સાથે રાજકોટ વેસ્ટ ઝોન રસીકરણ કેન્દ્ર પર પહોંચ્યો હતો અને કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધો હતો. રવિન્દ્ર જાડેજા અને રિવાબાએ રસી લીધા બાદ વધુમાં વધુ લોકોને રસી લેવા અપીલ કરી હતી.

“ડિસેમ્બર સુધીમાં 216 કરોડ ડોઝ ઉપલબ્ધ હશે”

હાલ ગુજરાત સહિત ભારતમાં મર્યાદિત વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. જો કે, આગામી ડિસેમ્બર મહિના સુધીમાં કુલ 7 જેટલી વેક્સિનના 216 કરોડ ડોઝ ભારત પાસે હશે તેવો દાવો કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલય કરી ચુક્યું છે.

ભારતમાં કઈ-કઈ વેક્સિન ઉપલબ્ધ હશે ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો છે કે, આગામી ડિસેમ્બર સુધીમાં ભારત પાસે કોવિશીલ્ડના 75 કરોડ અને કોવેક્સિનના 55 કરોડ ડોઝ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત બાયોવેક્સિનના 21 કરોડ, ઝાયડસના 5 કરોડ, નોવાવેક્સના 20 કરોડ અને જેનોવા વેક્સિનના 6 કરોડ ડોઝ ઉપલબ્ધ હશે. ભારતમાં સ્પુતનિક વેક્સિનને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, આગામી સમયમાં ભારત પાસે સ્પુતનિક વેક્સિનના પણ 15 કરોડ ડોઝ ઉપલબ્ધ હશે.

બે ડોઝ વચ્ચેની સમયમર્યાદા વધારાઈ છે

ઉલ્લેખનીય છે કે, વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે.હવેથી કોવિશિલ્ડના 2 ડોઝ વચ્ચે 12-16 અઠવાડિયાનો સમય રહેશે ગુરૂવારે જ આરોગ્ય મંત્રાલયે  કોવિશિલ્ડના 2 ડોઝ વચ્ચે સમય વધારવા NTAGIની (નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગૃપ ઓન ઈન્યુનાઈઝેશન )ભલામણને મંજૂરી આપી દેધી છે.  વેક્સિનેશન અંગે સરકારને સલાહ આપવાવાળી આ પેનલે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવાની રજૂઆત કરી હતી. નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઇજેશન (NTAGI)એ ભલામણ કરી હતી કે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેના સમયગાળાને 12થી 16 સપ્તાહ સુધી વધારી દેવામાં આવે. અગાઉ  વેક્સિનના ડોઝ વચ્ચે 6થી 8 સપ્તાહ સુધીનું અંતર રાખવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments