Homeદે ઘુમા કેરોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ: રસાકસી બાદ ફાઈનલમાં પહોંચી ઈન્ડિયા લેજન્ડ્સ, 21 માર્ચે...

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ: રસાકસી બાદ ફાઈનલમાં પહોંચી ઈન્ડિયા લેજન્ડ્સ, 21 માર્ચે ફાઈનલ

Team Chabuk- Sports Desk: રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં સચિન અને યુવરાજ સિંહની શાનદાર ઈનિંગના કારણે ઈન્ડિયા લેજન્ડ્સ ફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારે રસાકસી બાદ સેમિફાઈનલમાં ઈન્ડિયા લેજન્ડ્સે વેસ્ટઈન્ડિઝને હરાવ્યું હતું. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાયેલી પહેલી સેમિફાઈનલ મેચ ઈન્ડિયા લેજન્ડ્સે 12 રનથી જીતી લીધી છે. 219 રનના લક્ષ્યનો પીછો કરતી વેસ્ટઈન્ડિઝ લેજન્ડ્સ 206 રન જ બનાવી શકી હતી.

સેહવાગ, સચિન, યુવી છવાયા

ટોસ જીતીને વેસ્ટેઈન્ડિઝ લેજન્ડ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈન્ડિયા લેજન્ડ્સે ત્રણ વિકેટે 218 રન બનાવ્યા હતા. જેમાં સૌથી વધુ રન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે બનાવ્યા. સચિને 42 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. બીજી તરફ યુવરાજે ફરી મેદાન પર જૂની યાદો તાજી કરાવી. યુવરાજે 245ની સ્ટ્રાઈક રેટથી કુલ 20 બોલ પર 6 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી અણનમ 49 રન બનાવ્યા. યુવરાજ સિંહે 19મી ઓવરમાં મહેન્દ્ર નાગામોટાની ઓવરમાં હેટ્રીક સાથે કુલ 4 છગ્ગા ફટકાર્યા હતા. સચિન અને યુવરાજ ઉપરાંત સેહવાગ, મહમ્મદ કૈફ અને યુસુફ પઠાણે પણ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું. સેહવાગે 17 બોલ પર 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 35, કૈફએ 21 બોલ પર 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 27, અને યુસુફ પઠાણે 20 બોલ પર 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 37 રનનું યોગદાન આપ્યું.

ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સ

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં સૌથી વધુ સિક્સ યુવરાજ સિંહના નામે જ છે. યુવરાજે 6 ઈનિંગમા કુલ 13 સિક્સ ફટકારી છે. જેમાંથી છેલ્લી બે મેચમાં જ તેણે 12 સિક્સ ફટકારી છે. ત્યારબાદ કેવિન પિટરસન 9 સિક્સ સાથે બીજા નંબરે અને ઈરફાન પઠાણ 8 સિક્સ સાથે ત્રીજા સ્થાને છે.

આ ખેલાડીની અર્ધસદી એળે ગઈ

વેસ્ટઈન્ડિઝ લેજન્ડ્સ તરફથી સ્મીથ, નરસિંઘ અને લારા સિવાય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો ન હતો. સ્મીથે 63, નરસિંઘએ 59 અને લારાએ 46 રનનું યોગદાન આપ્યું હતું.

વિનય કુમારની બે વિકેટ

ઈન્ડિયા લેજન્ડ્સ તરફથી સૌથી વધુ 2 વિકેટ વિનય કુમારે લીધી હતી. તેણે  લારા અને ટીનો બેસ્ટને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ ઉપરાંત ઈરફાન પઠાણ, મનપ્રિત ગોની અને પ્રજ્ઞાન ઓઝાએ 1-1 વિકેટ ઝડપી હતી.

21 માર્ચે ફાઈનલ મેચ રમાશે

ઈન્ડિયા લેજન્ડ્સની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે ટીમ ઈન્ડિયા લેજન્ડ્સ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકામાંથી જે ટીમ જીતશે તેની સામે ફાઈનલમાં ટકરાશે. આવતીકાલે દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા લેજન્ડ્સ વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ રમાશે. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ફાઈનલની દાવેદાર ઈન્ડિયા લેજન્ડ્સને માનવામાં આવી રહી છે. ફેન્સને આશા છે કે, ફાઈલનમાં પણ સચિન, સેહવાગ અને યુવીનું ફોર્મ યથાવત રહેશે અને રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનો ખિતાબ ટીમના નામે કરશે.

દિલશાન ટોપ સ્કોરર

ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 232 રન સાથે શ્રીલંકન લેજન્ડ્સનો તીલકરત્ન દિલશાન ટોપ પર છે. તેણે 6 ઈનિંગમાં 58ની એવરેજથી 232 રન બનાવ્યા છે. ત્યારબાદ બીજા નંબર પર વિરેન્દ્ર સેહવાગ અને ત્રીજા નબર પર સચિનનું નામ છે. સેહવાગે 6 ઈનિંગમાં 51ની એવરેજથી 204 રન અને સચિને 40.60ની એવરેજથી 203 રન બનાવ્યા છે. આ ત્રણે ખેલાડીઓએ 6 ઈનિંગમાં 2-2 ફિફ્ટી ફટકારી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments